વૉશિંગટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકવાર ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. ટ્રમ્પે 2024માં ફરી એકવાર રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાનો ફેંસલો કર્યો છે, તેમને પોતાની ઉમેદવારીની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતુ કે તે એકવાર ફરીથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે, અને પોતાના ઇરાદાઓને બહુજ જલદી જનતાની સામે સ્પષ્ટ કરશે.
ત્રીજાવાર રાષ્ટ્રપતિની દાવેદારી -
ગઇ ચૂંટણીમાં જૉ બાયડેનની સામે ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો, તે 2024માં ત્રીજીવાર રાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં ઉતરશે. પર્વ રાષ્ટ્રપતિએ પોતાની દાવેદારીની જાહેરાત કરી દીધી છે, તેમને કહ્યું કે, આ વખતે તેમનુ ચૂંટણી અભિયાન છેલ્લા બે વખત કરતા બિલકુલ અલગ રહેશે. ટ્રમ્પે કહ્યું કે, આજે રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે તે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી રહ્યાં છે. તેમને કહ્યું કે, તે આખી દુનિયામાં અમેરિકાના તાકાત અને ચમક ફરીથી પાછી લાવવા માંગે છે.
મધ્યવર્તિ ચૂંટણી હાર્યા બાદ કરી જાહેરાત -
ટ્રમ્પ તરફથી આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીની મધ્યવર્તી ચૂંટણીમાં એકદમ ખરાબ રીતે હાર થઇ છે. આ હાર માટે કેટલાક લોકો ટ્રમ્પને જ જવાબદાર ઠેરવી રહ્યાં હતા, આશા છે કે 2024માં ટ્રમ્પ નો એકવાર ફરીથી બાયડેન સામે મુકાબલો થઇ શકે છે. 2020 માં થયેલી અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પને બાઇડેનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટ્રમ્પે પોતાની હાર સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો.
Pakistan: જો બાઇડેને પાકિસ્તાનને લગાવી ફટકાર, ગણાવ્યો વિશ્વનો સૌથી ખતરનાક દેશ
Joe Biden on Pakistan: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પાકિસ્તાનને ઠપકો આપ્યો છે. તેણે પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. અમેરિકી પ્રમુખ જો બાઇડેને ડેમોક્રેટિક કોંગ્રેસનલ કેમ્પેઈન કમિટીના સ્વાગત સમારોહમાં કહ્યું કે, "મને લાગે છે કે પાકિસ્તાન કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે." તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો છે, પરંતુ અપૂરતા છે.
'બંને દેશો ભાગીદાર છે'
આ પહેલા અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું હતું કે અમેરિકા ભારત અને પાકિસ્તાન બંને દેશો સાથેના સંબંધોને એક જ દૃષ્ટિકોણથી નથી જોતું, બંને અલગ-અલગ રીતે અમેરિકાના ભાગીદાર છે.
F-16 એરક્રાફ્ટ માટે આપવામાં આવેલા પેકેજ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા
આવું કહીને તમે કોઈને મૂર્ખ નથી બનાવી શકતા
જયશંકરે કહ્યું હતું કે, બધા જાણે છે કે F-16 ફાઈટર જેટનો ઉપયોગ ક્યાં અને કોની વિરુદ્ધ થાય છે. ભારતીય-અમેરિકનો સાથે વાતચીત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, 'તમે આવી વાતો કરીને કોઈને મૂર્ખ નથી બનાવી રહ્યા.'
કાશ્મીર મુદ્દે ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા
તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશેષ સત્ર દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો હતો.. રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે યુએન જનરલ એસેમ્બલીમાં ચર્ચા દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે બુધવારે (12 ઓક્ટોબર) પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું કે ઈસ્લામાબાદના આવા નિવેદનો આંતરરાષ્ટ્રીય સમુદાયના "સામૂહિક તિરસ્કાર" ને પાત્ર છે.