નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટમીના પરિણામ આવતા પહેલા જ હાલના રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જીતની ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે અડધી રાત્રે દેશને સંબોધિત કર્યા અને કહ્યું કે, હું સ્પષ્ટ કવ છું કે અમે ચૂંટણી જીતી ગયા છે. ઉપરાં તેમણે મતગણતરીમાં ગોટાળાનો આરોપ લગાવતા પૂછ્યું કે અડધી રાત્રે પેન્સિલવેનિયામાં મતગણતરી શા માટે થઈ રહી છે. ટ્રંપે કહ્યું કે, તે તેને લઈને સુપ્રીમ કોર્ટમાં જશે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નાગરિકોનો આભાર માન્યો અને કહ્યું કે, અમે મોટી ઉજવણીની તૈયારી કરી રહ્યા છીએ, અમે બધી જગ્યાએ જીતી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, ચૂંટણીનું પરિણામ આશ્ચર્યજનક હશે. જેવી આશા કરી હતી એવી જ જીત મળશે.

બાઇડેન પર લગાવ્યો મતગણતરીમાં ગોટાળાનો આરોપ

અમેરિકાને સંબોધિત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે બાઈડેન પર મતગણતરીમાં ગોટાળાનો આરોવ લગાવ્યો છે. ટ્રંપે કહ્યું કે, અડધી રાતે ગણતરીને લઈને અમે સુપ્રીમ કોર્ટ જઈશું. તેમણે સવાલ કર્યો કે પેન્સિલવેનિયામાં આખી રાત મતગણતરી શા માટે ચાલી રહી છે.

જીતનો દાવો કરતાં ટ્રંપે કહ્યું કે, અમે ટેક્સસ, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના જીતી ગયા છીએ. અમને આશા પ્રમાણે જ જીત મળી છે. તેમણે કહ્યું કે, અમે મિશિગન જીતી રહ્યા છીએ. અસામાન્ય પરિણામ આવશે. ટ્રંપે કહ્યું કે, અમે પેન્સિલવેનિયા પણ જીતી રહ્યા છીએ.