નીરજ એટંની ઓહાયોથી સીનેટ તરીક ચૂંટાયેલા પ્રથમ ભારતીય અમેરિકન નાગરિક બની ગયા છે. તેમણે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માર્ક ફોગલને હાર આપી હતી. એંટનીએ કહ્યું, હું આ સમુદાયના સમર્થન માટે તેમનો આભાર માનું છું. એટંનીના માતાપિતા 1987માં અમેરિકામાં આવ્યા હતા.
ડેમોક્રેટિક પાર્ટીના રાજા કૃષ્ણમૂર્તિ પણ હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવ માટે ચૂંટાઈ આવ્યા છે. ભારતીય મૂળની અન્ય બે ઉમેદવારો એમી બેરા અને રો ખન્ના પણ કોંગ્રેસ માટે કેલિફોર્નિયામાં મત વિસ્તારમાં આગળ ચાલી રહ્યા છે. હાલ હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવમાં ભારતીય મૂળના ચાર સભ્યો છે.
ડો. હિરલ તિપિરનેની એરિઝોનાથી રિપબ્લિક ઉમેદવારને કાંટાની ટક્કર આપી રહ્યા છે. જો તેઓ જીતશે તો હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવ પહોંચનારી ભારતીય મૂળની બીજી મહિલા હશે.
જૂનાગઢઃ વંથલીમાં 12 વર્ષની સગીરા પર યુવકે બળાત્કાર, 8 દિવસમાં બળાત્કારની બીજી ઘટનાથી ખળભળાટ, આરોપીનું શું થયું?
ગુજરાતના સિંહોને અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવાની સરકારની વિચારણાનો સિંહ પ્રેમીઓએ કર્યો વિરોધ, જાણો શું કહ્યું