20 નવેમ્બર, 1942ના રોજ જન્મેલા બાઇડેન 78 વર્ષની વયે રાષ્ટ્રપતિ પદના શપશ લેશે. તેઓ અમેરિકાના સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ હશે. 6 વખત સીનેટર રહી ચૂકેલા બાઇડેન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં 2008 થી 2016 સુધી બે વખત ઉપ રાષ્ટ્રપતિ પણ રહ્યા છે. આ ચૂંટણીમાં ઓબામાએ તેમને ઘણું સમર્થન આપ્યું છે. તેઓ 1998 અને 2008માં પણ રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થયા હતા.
બાઈડેન 1972મા સીનેટ માટે ચૂંટાયની સૌથી નાની ઉંમરના સેનેટર બન્યા હતા. તે સમય બાદથી જ તેમને મોટા સદમામાંથી પસાર થવું પડ્યું હતું. એક કાર એક્સીડેન્ટમાં તેમના પત્ની નીલિયા અને પુત્રી નાઓમીનું મૃત્યુ થયું હતું. તેમના પુત્ર હંટર અને બ્યૂ પણ આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. બાઈડેને પત્ની નીલિયાના મોતના 5 વર્ષ બાદ ઝિલ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમની એશ્લી નામની એક પુત્રી છે.
રાષ્ટ્રપતિ પદ માટે ત્રીજો પ્રયત્ન
બાઈડેન 1998 અને 2008માં પણ રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થયા હતા.જો કે, ત્યારે તેમને નિષ્ફળતા હાથ લાગ હતી. 1998માં તેમના પર સાહિત્યિક ચોરીના આરોપ લાગ્યા અને તેમને પાછળ હટવું પડ્યું
બે વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા
ઓબામાના નજીકના ગણાતા બાઇડેન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં 2008 થી 2016 સુધી બે વખત ઉપ રાષ્ટ્રપતિ પણ રહ્યા છે. આ ચૂંટણીમાં પણ ઓબામાએ તેમને ઘણું સમર્થન આપ્યું.
ટ્રંપના નિર્ણયો બદલવાની જાહેરાત
બાઈડેન અગાઉ જાહેરાત કરી ચૂક્યા છે કે, તે ટ્રંપના અનેક નિર્ણયોને બદલી નાખશે. તેમાં અમેરિકીના ઘરેલુ મામલાથી લઈ વિદેશ મામલા સંબંધિત નિર્ણયો સામેલ છે.