બાઇડેનની જીતની અસર ન માત્ર અમેરિકા પર પરંતુ સમગ્ર વિશ્વ પર પડશે. તેઓ ખુદ કહી ચુક્યા છે કે સત્તામાં આવવા પર તેઓ ટ્રમ્પના અનેક ફેંસલા પલટી નાંખશે. તેમાં અમેરેકાના ઘરેલુ મુદ્દાથી લઈ વિદેશ નીતિ સાથે જોડાયેલા મામલા પણ સામેલ છે. બાઇડેન અમેરિકાના લોકો માટે ફ્રી કોરોના ટેસ્ટિંગ, હેલ્થકેર કાનૂનમાં બદલાવની વાત કરી હતી.
20 નવેમ્બર, 1942ના રોજ જન્મેલા બાઇડેન 78 વર્ષની વયે રાષ્ટ્રપતિ પદના શપશ લેશે. તેઓ અમેરિકાના સૌથી મોટી ઉંરમના રાષ્ટ્રપતિ હશે. 6 વખત સીનેટર રહી ચૂકેલા બાઇડેન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં 2008 થી 2016 સુધી બે વખત ઉપ રાષ્ટ્રપતિ પણ રહ્યા છે. આ ચૂંટણીમાં ઓબામાએ તેમને ઘણું સમર્થન આપ્યું છે. તેઓ 1998 અને 2008માં પણ રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થયા હતા.
આ પહેલા ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી પર ગોટાળાનો આરોપ લાગવ્યો હતો. એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું, “ડેમોક્રેટ ચૂંટણીના પરિણામ ચોરવા માગે છે. અમારો ઉદ્દેશ ચૂંટણીની નિષ્પક્ષતાને બચાવાવનો છે. અમે પ્રભાવિત થવા નહીં દઈએ જે આ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. ડેમોક્રેટ્સને ખબર હતી કે તે ઇમાનદારીથી ચૂંટણી નહીં જીતી શકે. માટે તેમણે પોસ્ટલ બેલેટનો ગોટાળો કર્યો છે.”