વોશિંગ્ટનઃ અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડન પ્રમુખપદની ચૂંટણીમાં જીતી ગયા છે. બાઈડન પ્રમુખ બનતાં તેમનાં રનિંગ મેટ એવાં ભારતીય મૂળનાં કમલા હેરિસ વાઈસ પ્રેસિડેન્ટ બનશે. કમલા હેરિસે અમેરિકાનાં પહેલાં મહિલા વાઈસ પ્રેસિડેન્ટ બનીને ઈતિહાસ રચ્યો છે ત્યારે વૈશ્વિક મીડિયામાં કમલા હેરિસ કોણ છે તે અંગે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.
ભારતમાં કમલા હેરિસ મૂળ ભારતીય હોવાની વાતને વધારે પબ્લિસિટી મળી છે પણ વિદેશી મીડિયામાં કમલાના તેમનાથી 31 વર્ષ મોટા એવા સાન ફ્રાન્સિસ્કોના પાવરફુલ રાજકારણી વિલિ બ્રાઉન સાથેના અફેર અને તેમના પતિ ડગ્લાસ એમહોફ વિશે વધારે ઉત્સુકતા છે.
કમલાએ 2014માં 50 વર્ષની વયે ડગ્લાસ સાથે લગ્ન કર્યાં હતાં. ડગ્લાસ યહૂદી માતા-પિતાનું સંતાન છે અને જાણીતા વકીલ છે. ન્યુ યોર્ક સિટી પાસેના બ્રુકલીન બરોમાં જન્મેલા ડગ્લાસની ગણના મનોરંજન ક્ષેત્રને લગતા કાનૂની વિવાદોના શ્રેષ્ઠ વકીલ તરીકેની છે. હોલીવુડની મોટી મોટી કંપનીઓ માટે ડગ્લાસ કામ કરી ચૂક્યા છે. વોલમાર્ટ અને મર્ક જેવી ટોચની કંપનીઓ પણ ડગ્લાસની ક્લાયન્ટ છે. વિશ્વની સૌથી મોટી લો ફર્મ પૈકીની એક ડીએલએ પાઈપરમાં ડગ્લાસ ભાગીદાર છે.
ડગ્લાસે પહેલાં લગ્ન અમેરિકન ફિલ્મ નિર્માત્રી કર્સટીન મેકિન સાથે કર્યાં હતાં. કર્સટિન પેટ્ટીબર્ડ કંપનીની સીઈઓ છે. ડગ્લાસે કારકિર્દીની શૂઆત આ કંપનીથી કરી હતી. એ દરમિયાન જ બંને પ્રેમમાં પડ્યાં ને પરણી ગયાં. 16 વર્ષના લગ્ન જીવનમાં તેમને બે સંતાન થયાં. કર્સટિને અમેરિકાની મહત્વની ઘટનાઓ અંગે બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મોનાં ભારે વખાણ થયાં છે. ડગ્સાલ અને હેરિસની સંપત્તિ 60 લાખ ડોલરની આસપાસ છે.
કમલા હેરિસે 50 વર્ષની ઉંમરે કર્યાં લગ્ન, પતિ છે યહૂદી, પતિનાં પહેલાં લગ્ન કઈ સેલિબ્રિટી સાથે થયાં હતાં ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Nov 2020 11:50 AM (IST)
ભારતમાં કમલા હેરિસ મૂળ ભારતીય હોવાની વાતને વધારે પબ્લિસિટી મળી છે પણ વિદેશી મીડિયામાં કમલાના તેમનાથી 31 વર્ષ મોટા એવા સાન ફ્રાન્સિસ્કોના પાવરફુલ રાજકારણી વિલિ બ્રાઉન સાથેના અફેર અને તેમના પતિ ડગ્લાસ એમહોફ વિશે વધારે ઉત્સુકતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -