અમેરિકામાં મતદાન સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી થશે. અમેરિકાના તમામ 50 રાજ્યોમાં એક સાથે વોટિંગ યોજાશે. આશરે 23 કરોડ મતદાર આ વખતે મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી દિવસના પૂર્વ સંધ્યા પર 9 કરોડથી વધારે લોકોએ મતદાન કરી દીધું છે. યુએસ ટુડેમાં છપાયેલા અહેવા મુજબ અમેરિકામાં 25.7 કરોડથી વધારે લોકો 18 કે તેથી વધુ ઉંમરના છે. આશરે 24 કરોડ લોકો હાલ વોટિંગ યોગ્ય છે.
આ વખતે વોટિંગના દિવસે જ એટલે કે 3નવેમ્બરની રાતે ચૂંટણી પરિણામો જાહેર થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે આ વખતે મેઇલ ઇન બેલેટ અને પોસ્ટલ બેલેટનો આંકડો વધ્યો હોવાથી પરિણામ જાહેર થવામાં વિલંબ થઈ શકે છે. પેન્સિલવેનિયા અને મિશિગનના ઓફિસરો કાઉંટિંગમાં ત્રણ દિવસ લાગી શકે છે તેમ કહી ચુક્યા છે. જો 48 રાજ્યોના પરિણામો સ્પષ્ટ આવશે તો પેન્સિલવેનિયા અને નોર્થ કેરોલિનાના મેલ ઇન બેલેટ્સની ગણના ઔપચારિકતા જ રહેશે. પરંતુ જો મુકાબલામાં કાંટાની ટક્કર જોવા મળે તો ત્રણ દિવસ પણ થઈ શકે છે.
વડોદરાઃ હવસખોર પ્રશાંતને છોકરીઓ પહોંચાડવામાં આ ગુજરાતી એક્ટ્રેસ કરતી હતી મદદ, પ્રશાંતે કઈ બે યુવતીને અપાવ્યા ફ્લેટ ?
ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાનું કોરોનાથી થયું અવસાન ? પ્રધાનમંત્રી મોદીએ શું કર્યું ટ્વિટ, જાણો વિગતે