અમેરિકાએ વીઝા નિયમોમાં ફેરફાર કરીને ભારતીય વિદ્યાર્થીઓની સાથે પ્રવાસીને મોટો ઝટકો આપ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે બિગ એન્ડ બ્યૂટીફૂલ બિલ હેઠળ વીઝા ફી 185 ડોલરથી વધારી 472 ડોલર એટલે કે અંદાજે 21 હજારની વિઝા ઇન્ટિગ્રિટી ફી લાગુ કરી છે. આ ફી એક પ્રકારની સુરક્ષા ડિપોઝિટ હશે. જે નિર્ધારિત શરતો પૂર્ણ થતા પરત મળી શકશે. આ નિયમ વર્ષ 2026થી લાગૂ થશે અને દર વર્ષે મોંઘવારીને ધ્યાનમાં રાખીને તેમાં ફેરફાર કરી શકાશે.

ટ્રમ્પ વહીવટી પ્રશાસન તરફથી આ નવી ફીને અરજદારોને અમેરિકાના ઇમિગ્રેશન કાયદાનું પાલન કરવાના પ્રયત્નોના સ્વરૂપમાં જોવામાં આવી રહી છે. આના પગલે હવે ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સનું અમેરિકન ડ્રીમ મોંઘું થઈ ગયું છે.

શું પરત ફરતી વખતે રિફંડ મળશે?

વિઝા ઇન્ટિગ્રિટી ફી એક સિક્યોરિટી ડિપોઝિટ જેવી છે અને તેને છૂટ આપી શકાતી નથી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) વિઝા આપતી વખતે તે વસૂલ કરશે. જો પ્રવાસીઓ વીઝાની શરતોનું પાલન કરે છે, જેમ કે વીઝા સમાપ્ત થયાના પાંચ દિવસની અંદર અમેરિકા છોડવું અથવા કાયદેસર રીતે તેમનો સ્ટેટસ બદલવાય તો તેઓ રિફંડ માટે અરજી કરી શકે છે. જો પ્રવાસીઓ તેનું પાલન ન કરે તો અમેરિકન સરકાર ફી પોતાની પાસે રાખશે.

ટ્રમ્પ વહીવટીતંત્રનો દાવો છે કે આ ફી ઓવરસ્ટેઅર્સને નિરુત્સાહિત કરવા અને વીઝા શરતોનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરવા માટે લાદવામાં આવી છે. ટીકાકારો કહે છે કે આ વધારાની ફી કાયદાનું પાલન કરનારા પ્રવાસીઓ, ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોના પ્રવાસીઓ સામે ભેદભાવ કરે છે. આ ફેરફારોનો અર્થ એ છે કે ભારતીય પ્રવાસીઓએ વિઝા ફી માટે લગભગ 40,000 રૂપિયાનું બજેટ રાખવું પડશે, જે વર્તમાન રકમ કરતાં બમણાથી વધુ છે. 

આ કાયદાની જોગવાઈઓ અનુસાર, આ વધારાની ફી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા વીઝા આપતી વખતે વસૂલવામાં આવશે. આ ફી હાલના વાઝા અરજી પર વસૂલવામાં આવતી ફી ઉપરાંત વસૂલવામાં આવશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક કાર્યવાહી કરવા અને નિયમોનું કડક પાલન કરવાના પ્રયાસોના ભાગ રૂપે આ નવો નિયમ લાવવામાં આવ્યો છે.