વોશિંગટન: આઈટી ક્ષેત્રના હજારો ભારતીય વ્યવસાયિકોને રાહત આપતા અમેરિકાની એક ફેડરલ ન્યાયાધીશે H1-B વિઝા સહિત અન્ય વર્ક પરમિટને અસ્થાયી રીતે પ્રતિબંધ કરવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના આદેશના અમલ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, રાષ્ટ્રપતિએ બંધારણના અધિકારોથી ઉપર જઈને આ પ્રતિબંધ લગાવ્યો છે. નર્દન ડિસ્ટ્રિક્ટ ઑફ કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફરી વ્હાઈટે ગુરુવારે આ આદેશ આપ્યો છે.


ઉલ્લેખનીય છે કે, રાજષ્ટ્રીય ઉત્પાદક સંઘ, યૂએસ ચેમ્બર ઓફ કોમર્સ, રાષ્ટ્રીય ખુદરા વ્યાપાર સંઘ અને ટેકનેટ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન પ્રાયોજિત કરનારી ઈન્ટ્રાક્સ ઈંકના પ્રતિનિધિઓએ વાણિજ્ય મંત્રાલય અને આંતરિક સુરક્ષા મંત્રાલય વિરુદ્ધ દલીલ આપી હતી કે, ઉત્પાદકોના રાષ્ટ્રીય સંઘ (એનએએમ)એ કહ્યું કે, આ નિર્ણય બાદ વિઝા સંબંધીત પ્રતિબંધ સ્થિગિત થઈ ગયા છે, જે ઉત્પાદકો માટે મહત્વના પદો પર ભરતીને રોકી રહ્યાં હતા અને એવામાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા, વિકાસ તથા ડેવલપમેન્ટના સંકટનો સામનો કરી રહ્યાં હતા.

ટ્રંપે જૂનમાં આદેશ જાહેર કર્યો હતો કે, વર્ષના અંત સુધી મુખ્ય અમેરિકી અને ભારતીય ટેકનોલોજી કંપનીઓ દ્વારા માટા પાયે ઉપયોગ કરાતા એચ-1બી વિઝા, નોન-એગ્રીકલ્ચરલ સીઝનલ વર્કર્સને અપાતા એચ-2બી વિઝા , સાંસ્કૃતિક આદાન પ્રદાન માટે જાહેર કરવામાં આવતા જે વાય શ્રેણીના વિઝા અને મલ્ટીનેશનલ કંપનીઓના મેનેજર તથા અન્ય મુખ્યો પદો પર વિદેશી કર્મચારીઓ માટે અપાતા એલ વિઝા પર અસ્થાયી રોક લગાવી દેવાઈ હતી.