અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવી H-1B વીઝા અરજીઓ પર $100,000 (આશરે 96 લાખ રૂપિયા) ની વધારાની ફી લાદવાના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે આ નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો અને કહ્યું કે સરકાર પાસે આટલી ઊંચી ફી લાદવાનો અધિકાર નથી. મેસેચ્યુસેટ્સમાં બોસ્ટન સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ લીઓ સોરોકિને સોમવારે આ ચુકાદો આપ્યો હતો.

Continues below advertisement

આ નિર્ણય 20 ડેમોક્રેટિક રાજ્યોના એટોર્ની જનરલો દ્વારા દાખલ કરાયેલા કેસ બાદ આવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટ્રમ્પ વહીવટીતંત્રે ઇમિગ્રેશન નિયમો કડક કરતી વખતે H-1B વીઝા ફીમાં નોંધપાત્ર વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો આ નીતિ લાગુ કરવામાં આવે તો H-1B વીઝા મેળવવાના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હોત. યુએસ કંપનીઓ દ્વારા H-1B વીઝાનો ઉપયોગ અન્ય દેશોના કુશળ પ્રોફેશનલ્સને નોકરી પર રાખવા માટે કરવામાં આવે છે, ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રમાં.

Continues below advertisement

નવી નીતિ ભારતીયો પર નકારાત્મક અસર થઈ હતી 

ટ્રમ્પ વહીવટીતંત્રની નવી નીતિ પહેલાં નવી H-1B અરજી માટે કુલ સરકારી ફી સામાન્ય રીતે $2,000 થી $4,000 સુધીની હતી, જોકે તે કેટલીક મોટી કંપનીઓ માટે વધારે હોઈ શકે છે. આ જ કારણ છે કે પ્રસ્તાવિત $100,000 ફી વર્તમાન અરજી ફી કરતા લગભગ 25 થી 50 ગણી વધારે હતી અને ભારતીય IT કંપનીઓ અને વ્યાવસાયિકો પર તેની નોંધપાત્ર અસર થવાની આશંકા હતી.

આ પણ વાંચોઃ US-Iran વચ્ચે 'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો

H-1B વીઝા સંબંધિત મોટાભાગની ફી સામાન્ય રીતે સ્પોન્સર કરનારી કંપની (Employer) દ્વારા ચૂકવવામાં આવે છે, કર્મચારી દ્વારા નહીં. અરજદારોએ દલીલ કરી હતી કે ટ્રમ્પ વહીવટીતંત્ર પાસે આવી ફી લાદવાની કાનૂની સત્તાનો અભાવ છે. કોર્ટે તેમની દલીલ સાથે સંમત થઈને ફીને અમાન્ય જાહેર કરી. આ નિર્ણયને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેની નોકરી-આધારિત ઇમિગ્રેશન નીતિને કડક બનાવવાના પ્રયાસો માટે એક મોટો આંચકો માનવામાં આવે છે.

નોંધનીય છે કે  H-1B વીઝા કાર્યક્રમ ભારતીય વ્યાવસાયિકો અને યુએસમાં કાર્યરત ભારતીય IT કંપનીઓને સૌથી વધુ ફાયદો પહોંચાડે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય એન્જિનિયરો, સોફ્ટવેર ડેવલપર્સ અને ટેકનિકલ નિષ્ણાતો આ વીઝા દ્વારા યુએસમાં નોકરી શોધે છે. તેથી આ કોર્ટના નિર્ણયને ભારતીય વ્યાવસાયિકો અને આઇટી ઉદ્યોગ માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.