વોશિંગ્ટનઃ  અમેરિકાના જાણીતી મોડલ કેપ્રિસ બોરેટ તેના નિવેદનને લઈ ચર્ચામાં છે. એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં 49 વર્ષીય બે બાળકોની માતા કેપ્રિસે સેક્સ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું કે, મહિલાઓએ તેના પતિને સેક્સ માટે ક્યારેય ના પાડવી જોઈએ નહીં.


કેપ્રિસે કહ્યું, મહિલાઓએ પતિ સાથે સેક્સ માટે દરરોજ રાજી થઈ જવું જોઈએ. 5-10 મિનિટ આપીને સેક્સ લાઇફને શ્રેષ્ઠ બનાવી શકાય છે. બેડરૂમ સાથે જોડાયેલી ફરિયાદ મહિલાઓએ ન કરવી જોઈએ. તમારે હું આજે થાકી ગઈ છું કે મારા માથામાં દર્દ થાય છે તેમ ન કહેવું જોઈએ.  હું અને મારો પતિ દરરોજ સેક્સ કરીએ છીએ.


લોકડાઉનના તણાવને સેક્સથી દૂર કર્યો


તેના કહેવા મુજબ, પુરુષો ખૂબ ભોળા હોય છે અને તેમને ખુશ કરવા ખૂબ આસાન છે. સેક્સથી તેમનું દિલ જીતી શકાય છે. પહેલા લોકડાઉન દરમિયાન હું ખૂબ એક્ટિવ અને ક્રિએટીવ હતી. પરંતુ બીજું લોકડાઉન મારા માટે તણાવભર્યું હતું. આ તણાવને દૂર કરવામાં સેક્સ ખૂબ કામ આવ્યું હતું. સેક્સ વગર રિલેશનશિપ ખતમ થઈ જાય છે અને તેને જીવતી રાખવાની કોશિશ કરવી જોઈએ.


કેપ્રિસે એમ પણ જણાવ્યું કે, લગ્ન બાદ મારી જિંદગી ખૂબ બદલાઈ ગઈ છે. ભલે મારી અને મારા પતિ વચ્ચે ઝઘડો થતો હોય પરંતુ પરણેલા હોવાથી માનસિક રીતે જોડાયેલા રહો છે. લગ્ન બાદ પાર્ટનરને છોડીને જવાની વાત કહેવી આસાન નથી. કેપ્રિસના આ ઈન્ટરવ્યૂની ખૂબ આલોચના થઈ રહી છે.


યુકેની જાણીતી પત્રકાર બેલ મૂનીએ કેપ્રિસના ઈન્ટરવ્યૂને બકવાસ ગણાવી ડેઈલી મેઇલને જણાવ્યું, મહિલાઓને અત્યાર સુધીમાં આપેલી સૌથી ખરાબ અને બેવકૂફી ભરેલી સલાહ છે. કામ કરતી, સ્તન પાન કરાવતી કે મેનોપોઝમાંથી પસાર થતી મહિલાઓ તમારી પાસેથી તમે આવી અપેક્ષા ન રાખી શકો. કોઈપણ રિલેશનશિપને જીવતી રાખવા માટે સેક્સ નહીં પણ પ્યાર કામ આવે છે અને તે જિંદગીભર સાથે રહે છે.