US Kills Islamic State Syria Chief: અમેરિકાના ડ્રોન હુમલામાં ઈસ્લામિક સ્ટેટ સીરિયાના પ્રમુખનું મોત થયું છે. અમેરિકાની આ કાર્યવાહી અંગે અમેરિકાના પેન્ટાગોને માહિતી આપી છે. અમેરિકી મીડિયા અનુસાર સીરિયામાં ઈસ્લામિક સ્ટેટનો ટોચનો નેતા મહેર અલ-અગલ મંગળવારે સવારે અમેરિકી ડ્રોન હુમલામાં માર્યો ગયો છે. પેન્ટાગોન સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તાએ એએફપીને જણાવ્યું હતું કે, સીરિયામાં ઝિન્દારિસ નજીક મોટરસાઇકલ ચલાવતી વખતે મહેર અલ-અગલનું મૃત્યુ થયું હતું.  આ સાથે મહેર અલ-અલગનો મહત્વનો સહયોગી આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.


યુએસ સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મહેર અલ-અગલ ISISના ટોચના ચાર નેતાઓમાંનો એક હતો. નિવેદન અનુસાર, મહેર અલ-એગલના એક ડેપ્યુટીને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે તે માર્યો ગયો કે ઘાયલ થયો.


મોટરસાઇકલને નિશાન બનાવાઈઃ
સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે પણ પુષ્ટિ કરી છે કે મહેર અલ-અગલ ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. સીરિયન સિવિલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું હતું કે, અલેપ્પોની બહાર એક મોટરસાઇકલને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયો હતો. જો કે, તેમણે હુમલાના પીડિતોની ઓળખ કરી નહોતી.


આ હુમલો ઉત્તરી સીરિયન શહેર અટામે પર યુએસના હુમલાના પાંચ મહિના પછી થયો છે, જેમાં ઇસ્લામિક સ્ટેટના નેતા અબુ ઇબ્રાહિમ અલ-કુર્શી માર્યા ગયા હતા. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે કુરેશીએ પકડવાથી બચવા બોમ્બ વિસ્ફોટ કર્યો ત્યારે તેનું મૃત્યુ થયું હતું. હુમલાના આ સમાચાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની મધ્ય પૂર્વની મુલાકાત પહેલા આવ્યા છે. સાઉદી અરેબિયા જતા પહેલા તેઓ બુધવારે ઈઝરાયેલમાં મળવાના છે.


આ પણ વાંચોઃ


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આ દિગ્ગજ નેતાને સોંપી મોટી જવાબદારી, જાણો વધુ વિગતો


Gujarat Rain: સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરિક્ષણ, બોડેલીમાં અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત