વોશિંગ્ટનઃ અમેરિકાના વિસ્કોન્સિનમાં જેકબ બ્લેક નામના એક અશ્વેતને પોલીસે ગોળી મારી છે. જૈકબની હાલ સારવાર ચાલી રહી છે. ઘટના બાદ અનેક જગ્યાએ હિંસાના સમાચાર મળી રહ્યા છે. પોલીસે કેમ ગોળી ચલાવી તેની જાણકારી સામે આવી નથી.
રવિવારે કેનોશા શહેરમાં આ ઘટના બની ત્યારે પોલીસ એક ઘરેલુ ઘટના અંગેના કોલનો જવાબ આપતી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સફેદ શર્ટ અને કાળા રંગનો શોર્ટ્સ પહેરેલો વ્યક્તિ ગ્રે રંગની ગાડી તરફ વધી રહ્યો છે. જેની પાછળ બે પોલીસ અધિકારી હાથમાં બંદૂક પકડીને ચાલતા જોવા મળી રહ્યા છે.
અશ્વેત વ્યક્તિએ ગાડીની અંદર બેસવા માટે દરવાજો ખોલ્યો તે બાદ એખ અધિકારીએ તેનો કોલર પકડ્યો હતો. પછી ગોળીઓ ચલાવવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ તેમણ સાત વખત ગોળી ચાલવાનો અવાજ સાંભળ્યો હતો. જે બાદ લોકો એકત્ર થઈ ગયા હતા.
રવિવારે મોડી રાતે આશે 100 લોકોની ભીડ કેનોશા કાઉન્ટી પબ્લિક સેફ્ટી બિલ્ડિંગમાં પહોંચી હતી અને ‘નો જસ્ટિસ, નો પીસ’ના નારા લગાવ્યા હતા.
થોડા મહિના પહેલા અમેરિકામાં જોર્જ ફ્લોઇડ સાથે પોલીસે આવું જ વર્તન કર્યુ હતું. ફ્લોઈડના મોત બાદ અમેરિકામાં વિરોધ પ્રદર્શન થયા હતા.
અમેરિકામાં ફરી એક વખત અશ્વેતને પોલીસે મારી ગોળી, અનેક જગ્યાએ થઈ હિંસા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2020 10:45 PM (IST)
થોડા મહિના પહેલા અમેરિકામાં જોર્જ ફ્લોઇડ સાથે પોલીસે આવું જ વર્તન કર્યુ હતું. ફ્લોઈડના મોત બાદ અમેરિકામાં વિરોધ પ્રદર્શન થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -