આ બંને કાર્યક્રમમાં ટ્રમ્પ અને મોદીએ જનસભાને સંબોધિત કરી હતી. હવે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રચાર માટે કિંબર્લી ગુડલફોયલે બંને નેતાઓનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું, અમેરિકાનો ભારત સાથે ખાસ સંબંધ છે. અમારા કેમ્પેનને ભારતીય અમેરિકનનું સમર્થન છે.
આ વીડિયો હાઉડી મોદી ઈવેન્ટ સાથે શરૂ થાય છે. કાર્યક્રમ 22 સપ્ટેમ્બર, 2019ના રોજ ટેક્સાસના હ્યૂસ્ટનમાં યાજાયો હતો. જેમાં આશરે 50 હજાર લોકો સામેલ થયા હતા. વીડિયોમાં મોદી અને ટ્રમ્પ એકબીજાનો હાથ પકડીને સ્ટેજ પર જોવા મળી રહ્યા છે. જે બાદ પીએમ મોદી સ્ટેજ પર ઉભા થઈને ટ્રમ્પનો પરિચય આપતા કહે છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પરિચયની કોઈ જરૂર નથી. મિસ્ટર પ્રેસિડેન્ટે મને 2017માં તેમના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી અને આજે અહીંયા આવવાનો મોકો મળ્યો છે.
જે બાદ વીડિયોમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાયો હતો. ટ્રમ્પે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેવા સહિત રોડ શો કર્યો હતો. ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલાનિયા, પુત્રી ઈવાંકા, જમાઈ જેરેડ કુશનર પણ આ્યા હતા.
ચૂંટણી અભિયાન અંતર્ગત જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ટ્રમ્પ કહે છે, અમેરિકા ભારતને પ્રેમ કરે છે. અમેરિકા, ભારતનું સન્માન કરે છે. અમેરિકા હંમેશા ભારતીયોનું વફાદાર મિત્ર રહેશે.
પત્નીના મહેણા ટોણાથી પરેશાન થઈ પતિ બની ગયો કિન્નર, બાદમાં ભર્યું આ પગલું, જાણો વિગતે
દેશમાં આ રાજ્ય સરકારે લીધો મોટો ફેંસલો, પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે રાજ્યના લોકો જ કરી શકશે અરજી
પ્રધાનમંત્રી નિવાસમાં મોરને દાણા ખવડાવતાં જોવા મળ્યા પીએમ મોદી, કવિતા પણ લખી