ન્યૂયોર્કઃ અમેરિકામાં જો બાઇડેને સત્તા સંભાળ્યા બાદ ટ્રમ્પના એક પછી એક નિર્ણયો ફેરવવા લાગ્યા છે. બાઇડેને H1 વીઝા ધારકોને મોટી રાહત આપતો ફેંસલો લીધો છે. જે મુજબ હવે એચ1 વીઝા ધારકના પતિ કે પત્ની પણ નોકરી કરી શકશે. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં એચ1બી વીઝા ધારક કર્મચારીઓના જીવનસાથીને આશંકા હતી કે અમેરિકામાં ચાર વર્ષ વીતાવ્યા બાદ આગળ કામ કરવાની મંજૂરી મળશે કે નહીં તેની આશંકા હતી. જેના પર બાઇડને હવે પૂર્ણ વિરામ લગાવી દીધો છે.


એચ1બી વીઝા ધારકોના જીવનસાથીઓને એચ-4 વઝા અંતર્ગત કામ કરવાની મંજૂરી ઓબામા સરકારે આપી હતી. પરંતુ ટ્મ્પ પ્રશાસને કથિત રીતે એક એજન્ડાના ભાગરૂપે તેને ખતમ કરવાની કોશિશ કરી હતી. ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ આ કાનૂનને રદ્દ કરવાની અનેક કોશિશ કરી હતી. જ

બાઇડેનના આ ફેંસલાથી સેંકડોની સંખ્યામાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જેનો સીધો જ લાભ ભારતીયોને થશે. અમેરિકામાં એચ1 વીઝા ઉપર અનેક ભારતીયો છે અને ટ્રમ્પ સરકારમાં તેમના જીવસાથી પર જોબને લઇ સતત તલવાર લટકતી હતી.

બાઇડેનના ફેંસલા બાદ ખુશી વ્યક્ત કરતાં એચ-4 વીઝાધારકે કહ્યું કે, ઘણા દિવસો બાદ અમે રાહતનો શ્વાસ લઇ રહ્યા છીએ. હવે ભારતીયો સહિત એચ1 વીઝા ધારકો અને તેમના જીવનસાથીઓને લાભ થશે.