નવી દિલ્હીઃ ભારત-ચીનની સેના વચ્ચે LAC પર ફરી એકવાર ઝપાઝપી થવાની ખબર સામે આવી છે. ત્રણ દિવસ પહેલા ઉત્તરીય સિક્કીમ સરહદ પર નાકૂ લા ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો સાથે ઝપાઝપી કરી હતી. આ ઝપાઝપીમાં ચીની સૈનિકોના ઘાયલ થવાના રિપોર્ટ છે. જોકે, હજુ સુધી આ ખબર પર સેનાના અધિકારીક નિવેદનનો રાહ જોવાઇ રહી છે. કાલે જ ભારત અને ચીનની વચ્ચે કૉર કમાન્ડર સ્તરની 17 કલાકની મેરાથૉન બેઠક થઇ હતી.


આ બેઠક કાલે સવારે 9.30 કલાકે શરૂ થઇને મોડી રાત્રે 2.30 વાગે પુરી થઇ હતી, ચીનના કહેવા પર આ બેઠક બોલાવવામાં આવી હતી. ભારતીય સેના તરફથી લેહ સ્થિત 14મી કૉરના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ પીજીકે મેનન વાતચીત કરી રહ્યાં હતા. હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ આ બેઠકમાં સીમા પર તણાવ ઓછો કરવા અને સૈનિકોની વાપસી પર ચર્ચા નક્કી હતી.

ભારત-ચીન વચ્ચે 2020માં ક્યારે ક્યારે થઇ અથડામણ
આ પહેલા 15 જૂન 2020ના દિવસે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા, વળી ચીને પોતાના સૈનિકોના નુકશાન અંગે કોઇ ખુલાસો કે આંકડા જાહેર ન હતા કર્યા. ચીની સેનાએ સેનાએ એલએસી પર ફરીથી કેમ્પ બનાવ્યો હતો. આના પર આપત્તિ દર્શાવવા માટે કર્નલ સંતોષ બાબૂ 40 જવાનોની સાથે દુશ્મન સેનાના કેમ્પમાં ગયા હતા. શહીદ જવાનોમાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ બી સંતોષ બાબૂ સહિત 12 જવાન 16 બિહાર રેજિમેન્ટમાંથી હતી.

આ પછી 29-30 ઓગસ્ટ 2020એ દિવસે પૈંગોંગ ત્સો લેકના દક્ષિણમાં ભારત અને ચીનની વચ્ચે ફરીથી અથડામણ થઇ હતી. 31 ઓગસ્ટનો આ મામલે સમાધાન કરવા માટે ચુસુલમાં વાતચીત થઇ હતી.