UNSCમાં ટ્રમ્પે ચીનને આડે હાથ લઈને શું કર્યો પ્રહાર, જાણો વિગતે
abpasmita.in | 24 Sep 2019 08:58 PM (IST)
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કેનેડા અને મેક્સિકો સાથે નવી ટ્રેડ ડીલ પર કામ કરી રહ્યા છીએ. બ્રિટન સાથે પણ વાત ચાલી રહી છે. ચીને રિફોર્મ લાગુ કરવાની ના પાડી દીધી છે. ચીને કરન્સી સાથે છેડછાડ કરી, ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીની ચોરી કરી છે.
ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં સામેલ થવા પત્ની મેલેનિયા સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, અમેરિકામાં વિવિધ સમુદાયોની બેરોજગારી દરમાં ઘણો ઘટાડો થયો છે. અમેરિકામાં ખોટી નીતિઓના કારણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આશરે 15 લાખ નોકરીઓ પર અસર પડી. કેનેડા અને મેક્સિકો સાથે નવી ટ્રેડ ડીલ પર કામ કરી રહ્યા છીએ. બ્રિટન સાથે પણ વાત ચાલી રહી છે. ચીને રિફોર્મ લાગુ કરવાની ના પાડી દીધી છે. ચીને કરન્સી સાથે છેડછાડ કરી, ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીની ચોરી કરી છે. મેં આ પ્રકારની નીતિઓ પર કાબૂ કરવા માટે ચીનના સામાન પર ભારે ટેરિફ નાંખ્યો. અગાઉ આ પ્રકારની બાબતો પર કામ કરવામાં નહોતું આવ્યું. હોંગકોંગમાં જે થઈ રહ્યું છે, તેનાથી આશા છે કે ચીન પણ સંધિનું પાલન કરશે. ઈરાન આતંકવાદમાં વિશ્વમાં નંબર એક દેશ છે. સાઉદીના ઓઈલ ઠેકાણા પર હુમલામાં ઈરાન સામેલ છે. અમારા અનેક દુશ્મનો હવે દોસ્તમાં બદલાઈ ગયા છે. અમેરિકા શાંતિ ઈચ્છે છે. બિનકાયદેસર પ્રવાસીઓ અમારા માટે સૌથી મોટો પડકાર છે. મોટા સ્તર પર માઇગ્રેશન ખતરનાક છે. માઈગ્રેશનથી તેમની સરહદોની રક્ષા કરવાનો દરેક દેશને અધિકાર છે. માનવ તસ્કરી એક મોટી સમસ્યા છે. વેનેઝુએલામાં એક ભ્રષ્ટ વામપંથી સરકાર છે. અમેરિકા કયારેય વામપંથ અને સમાજવાદને પસંદ નહીં કરે. આ વિચારધારાએ વિશ્વભરમાં લાખો લોકોના જીવ લીધા હતા. વિશ્વના 80 ટકા દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાને ખતમ કરી દેવામાં આવી છે અથવા ખતરામાં છે. ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભારત-પાકિસ્તાનને લઈ મને આ ચિંતા છે, જાણો વિગત કાશ્મીર પર ઇમરાનનો પ્રોપગેન્ડા ફરી થયો ફેલ, ડોનાલ્ડ ટ્રમ્પે ઉડાવી જોરદાર મજાક, જાણો વિગતે