વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અમેરિકા યાત્રા દરમિયાન કહ્યું કે, ભારતના પીએમ મોદીએ તેમને કાશ્મીર પર મધ્યસ્થીની રજૂઆત કરી હતી. ભારતે આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ પ્રકારની કોઈપણ વાત પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી નથી. જેનાથી સ્પષ્ટ છે કે આ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ખોટું બોલ્યા છે.

ભારત અંગે ટ્રમ્પ પ્રથમ વખત ખોટું બોલ્યા નથી. આ પહેલા તેમણે જળવાયુ પરિવર્તન મુદ્દે ખોટો દાવો કર્યો હતો કે, અમેરિકા નહીં પણ ભારત અને ચીન વિશ્વના સૌથી મોટા પ્રદૂષકો છે. પરંતુ સત્ય એ છે કે જળવાયુ પરિવર્તનના હિસાબેબંને દેશો ભલે મોટા પ્રદૂષકો હોય પરંતુ આ મામલે અમેરિકાથી આગળ છે.

અમેરિકાના જાણીતા અખબાર વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી 8,158 વાર ખોટું કે ગેરમાર્ગે દોરનારા દાવા કરી ચૂક્યા છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં આ વાત કહેવામાં આવી છે. 'વોશિંગટન પોસ્ટે' જાન્યુઆરીમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના બે વર્ષ પૂરા થતાં આવો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. વોશિંગટન પોસ્ટ'ના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ પોતાના કાર્યકાળના પહેલા વર્ષે દરરોજ સરેરાશ લગભગ 6 વાર ગેરમાર્ગે દોરનારા દાવા કર્યા, જ્યારે બીજા વર્ષે તેઓએ ત્રણ ગણી ઝડપે દરરોજ આવા લગભગ 17 દાવા કર્યા હતા. રાષ્ટ્રપતિના બીજા વર્ષમાં કરવામાં આવેલા 6000થી વધુ આશ્ચર્યજનક દાવા સામેલ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે સૌથી વધુ ગેરમાર્ગે દોરનારા દાવા ઇમિગ્રેશનને લઈને કર્યા છે. આ વિશે તેઓ અત્યાર સુધી 1,433 દાવા કરી ચૂક્યા છે, જેમાંથથી છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન કરવામાં આવેલા 300 દાવા સામેલ છે. ટ્રમ્પે વિદેશ નીતિને લઈને 900 દાવા કરી ચૂક્યા છે. ત્યારબાદ વેપાર (854), અર્થવ્યવસ્થા (790) અને નોકરીઓનો (755) નંબર આવે છે. આ ઉપરાંત અન્ય મામલાઓને લઈને તેઓ 899 વાર દાવા કરી ચૂક્યા છે, જેમાં મીડિયા અને પોતાના દુશ્મન કહેતાં લોકો પર ગેરમાર્ગે દોરવાનું સામેલ છે.

રિપોર્ટ મુજબ, માત્ર 82 દિવસ કે પોતાના કાર્યકાળના 11 ટકા સમયમાં જ ટ્રમ્પે કોઈ દાવો નોંધાવ્યો નથી. તેમાં મોટાભાગના સમયમાં તેઓ ગોલ્ફ રમવામાં વ્યસ્ત હતા.

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની સતત બીજીવાર જીતને લઈ PM મોદીએ ગુજરાતીમાં શું ટ્વિટ કર્યું, જાણો વિગત

કૃણાલ પંડ્યા ટીમ ઈન્ડિયાના આ બે દિગ્ગજો પાસેથી શું શીખવા માગે છે ? જાણો વિગતે