ussia Ukraine War One Year : રશિયા-યુક્રેન યુદ્ધના એક વર્ષ પૂર્ણ થવા પહેલા યુએસ પ્રમુખ જો બાઈડેન  યૂક્રેનના કિવની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા છે.  યુક્રેનના સાંસદ લેસિયા વાસિલેન્કોએ સોમવાર, 20 ફેબ્રુઆરીના રોજ પુષ્ટિ કરી હતી. અહેવાલો અનુસાર, બાઈડેનના પ્રવાસ કાર્યક્રમમાં સૂચવવામાં આવ્યું હતું કે તેઓ પોલેન્ડની મુલાકાત લેશે, પરંતુ તેઓ યુક્રેનની રાજધાનીમાં ઉતર્યા હતા.  


યુએસ પ્રમુખ જો બાઈડેન સોમવારે (20 ફેબ્રુઆરી) યુક્રેનની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે યુક્રેનની રાજધાની કિવની ઓચિંતી મુલાકાત લીધી હતી. બાઈડેન કિવમાં રાષ્ટ્રપતિ  ઝેલેન્સકીને મળ્યા હતા. અગાઉ, ઝેલેન્સકી 21 ડિસેમ્બરે વોશિંગ્ટન ડીસીની ઐતિહાસિક મુલાકાત દરમિયાન જો બાઈડેનને મળ્યા હતા, જે ફેબ્રુઆરી 2022 પછી રાષ્ટ્રપતિની પ્રથમ વિદેશ યાત્રા હતી.


સીએનએનના અહેવાલ મુજબ, જો બાઈડને કિવની મુલાકાત દરમિયાન યુક્રેનને 50 કરોડ ડૉલરની વધુ લશ્કરી સહાયની જાહેરાત કરી છે.


જો બાઈડેનનો યુક્રેન પ્રવાસ


રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રથમ વખત કિવની મુલાકાતે આવ્યા છે. બાઈડેનના આ પ્રવાસે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી 21 ડિસેમ્બરે વોશિંગ્ટન ડીસીની તેમની ઐતિહાસિક મુલાકાત દરમિયાન જો બાઈડેનને મળ્યા હતા, જે ફેબ્રુઆરી 2022 પછી રાષ્ટ્રપતિની પ્રથમ વિદેશ યાત્રા હતી.



યુક્રેનને 50 કરોડ ડૉલરની લશ્કરી સહાય


અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની યુક્રેનની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમેરિકા યુક્રેનને સતત સૈન્ય મદદ કરી રહ્યું છે. જો બાઈડેને અનેક અવસરો પર જાહેરાત કરી છે કે તેઓ દરેક કિંમતે યુક્રેનની સાથે ઉભા રહેશે. કિવની મુલાકાતથી યુક્રેનનો આત્મવિશ્વાસ વધ્યો છે.  50 કરોડ ડૉલરની વધારાની સૈન્ય સહાયની જાહેરાત બાદ યુક્રેનને રશિયા સામેની લડાઈમાં વધુ મદદ મળશે.


બાઈડેન પોલેન્ડના રાષ્ટ્રપતિને પણ મળશે


વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જીન-પિયરના જણાવ્યા અનુસાર, યુક્રેન પર રશિયન આક્રમણના એક વર્ષ પહેલા બાઈડેન 20-22 ફેબ્રુઆરીએ પોલેન્ડ જવાના હતા. જો બાઈડેન યુક્રેન માટે દ્વિપક્ષીય સહયોગ અને સમર્થન અંગે ચર્ચા કરવા પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે મુલાકાત કરશે. તેઓ પૂર્વ યુરોપીયન નાટો સહયોગીઓના જૂથ બુકારેસ્ટ નાઈન (B9)ના નેતાઓ સાથે પણ વાતચીત કરશે.


યુક્રેને યુરોપિયન દેશો પાસેથી મદદ માંગી


રશિયાના હુમલા પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી બ્રિટન ગયા હતા અને ત્યાંથી તેમણે ફ્રાંસની મુલાકાત લીધી હતી.  ઝેલેન્સકીએ પેરિસમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન અને જર્મન ચાન્સેલર સાથે મુલાકાત કરી. આ બેઠકમાં ઝેલેન્સકીએ ફ્રાન્સ અને જર્મનીને વિનંતી કરી કે તેઓ રશિયાને સખત પડકાર આપવા માટે શક્ય તેટલી વહેલી તકે ફાઇટર જેટ અને મોટા હથિયારો મોકલે. તેના પર ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું હતું કે તેમનો દેશ વિજય, શાંતિ, યુરોપ અને લોકોને તેમના અધિકારો મેળવવા માટે યુક્રેનની સાથે ઉભો રહેશે. મેક્રોને કહ્યું હતું કે અમે યુક્રેનની મદદ માટે અમારા પ્રયાસો ચાલુ રાખીશું.  રશિયા અને યૂક્રેનની વચ્ચે છેલ્લા 12  મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે.