એક અંગ્રેજી અખબાર પ્રમાણે, પાકિસ્તાન આ કૉરિડર માટે કામ કરનાર તમામ ચીની નાગરિકોની સુરક્ષામાં પોતાના પાછળ પોતાના જવાનો ઉભા રાખ્યો છે. એક નાગરિક પાછળ બે પાક જવાન લગાવવામાં આવ્યા છે. 7 હજાર ચીની નાગરિકોની સુરક્ષા માટે પાકે 15 હજાર જવાનો ઉભા રાખ્યા છે.
જો કે, જ્યારથી આ કૉરિડર બનવાનું શરૂ થયું છે ત્યારથી તેના પર ઘણા હુમલાઓ થઈ ચૂક્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. એસેંબલીમાં જણાવવામાં આવ્યું છે કે પંજાબમાં 6364 જવાન ચીનના 7036 નાગરિકોની સપરક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.