US Elections LIVE Updates: ટ્રંપે કહ્યું અમે ચૂંટણી જીતી રહ્યા છે, પરંતુ મતગણતરીને સુપ્રીમ કોર્ટમાં પડકારીશુ

આ વખતે અમેરિકાની ચૂંટમીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાદ તથા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 Nov 2020 02:56 PM
અમેરિકાને સંબોધિત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટ્રંપે કહ્યું કે, સ્પષ્ટ કહું તો અમે ચૂંટણી જીતી ગયા છે. આ દરમિયાન ટ્રંપે જો બાઈડેન પર મતગણતરીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. ટ્રંપે કહ્યું કે, રાતભર ગણતરીને લઈને હવે અમે સુપ્રીમ કોર્ટ જઈશું. તેમણે કહ્યું કે, પેન્સિલવેનિયામાં રાતે પણ મતગણતરી કેમ ચાલી રહી છે.
ટ્રમ્પે કહ્યું- હું અમેરિકાના લોકોના આભાર માનુ છું, લાખો લોકોએ અમને મત આપ્યા છે. કેટલાક લોકો અમારા મતને પ્રભાવિત કરવા માગે છે.
હાલમાં પેન્સિલવેનિયામાં મતગણતરી અટકાવવામાં આવી છે. આ પહેલા દેશને સંબોધિત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે મતગણતરીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. ટ્રંપે તેના માટે સુપ્રીમ કોર્ટ જવાની વાત પણ કહી છે.
અમેરિકાની ચૂંટણી વધારે રસપ્રદ થઈ ગઈ છે. ચૂંટણી પરિણામ ઝડપથી આવે તેવી શક્યતા નથી. જો બોઈડેન 236 અને ટ્રમ્પને 213 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે.
નીરજ એંટની ઓહાયોથી સેનેટ તરીકે ચૂંટાઈ આવનાર પ્રથમ ભારતીય અમેરિકન બની ગયા છે. એંટનીએ મંગળવારે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માર્ક કોગલને હાર આપી. શપથ ગ્રહણ કર્યા બાદ તે ઓહાયોના સેનેટર બનનાર પ્રથમ ભારતીય-અમેરિકન બની જશે.
અમેરિકામાં ચૂંટણીને લઈને સ્થાનીક ન્યૂઝ ચેનલો પોત પોતાના દાવા કરી રહી છે. સ્કાઈ ન્યૂઝ અનુસાર ડોનાલ્ડ ટ્રંપ આગળ અને ફોક્સ ન્યૂઝ અનુસાર જો બાઈડેન આગળ છે.
બાઇડેનના નિવેદન પર ટ્રંપે પલટવાર કર્યો છે. ટ્રંપે કહ્યું કે, અમે આગળ છીએ, પરંતુ બાઈડેન ચૂંટણી પરિણામ અમારી પાસેથી ચોરવા માગે છે. અમે એવું નહીં કરવા દઇએ. ચૂંટણી ખત્મ થયા બાદ મત ન અપી શકાય.
બાઇડેને કહ્યું- અમે એનિઝોના અને મેનિસોટા સહિત અનેક રાજ્યોમાં જીત નોંધાવી છે. હાલમાં જ્યાં છીએ, તેને જોઈને ખુશ છીએ. ચૂંટણી ત્યાં સુધી પૂરી નહીં થાય જ્યાં સુધી દરેક બેલેટની ગણતરી ન થઈ જાય. હું અથવા ટ્રંપ જાહેર ન કરી શકીએ કે કોણ જીત્યું, એ અમેરિકાના લોકો નક્કી કરશે.
જો બાઈડેને દેશને સંબોધિત કરતાં કહ્યું કે, અમને હજુ પણ ચૂંટણી જીતવાની પૂરી આશા છે. હાલમાં પરિણામ આવવામાં સમય લાગશે પરંતુ જીત અમારી જ થશે. જ્યાં સુધી દરેક બેલેટની ગણતરી ન થઈ જાય ત્યાં સુધી રાહ જોઈશું.
અત્યાર સુધીમાં અમેરિકામાં 41 રાજ્યોના પરિણામ આવી ગયા છે અને માત્ર 9 રાજ્યોના પરિણામ બાકી છે. પેન્સિલવેન્યિા અને જ્યોર્જિયામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આગળ ચાલી રહ્યા છે. ટેક્સાસ, સાઉથ કેરોલિના અને ઓક્લાહોમામાં ટ્રંપ જીતી ગયા છે. જોકે હાલમાં જો બાઇડેન અને ટ્રંપની વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે અને જો બાઇડેન બહુમતના આંકડથી માત્ર 43 વોટ પાછળ ચાલી રહ્યા છે. જ્યારે ફ્લોરિડામાં ટ્રંપ જીતી ગયા છે અને કહેવાય છે કે, જે ફ્લોરિડામાં જીતી જાય તે અમેરિકામાં રાષ્ટ્રપતિ બની જાય છે. હવે જોવાનું છે કે જો વાઇડે ફ્લોરિડા હારીને પણ રાષ્ટ્રપતિની ખુરશી મેળવી શકે છે કે નહીં.
અત્યાર સુધીમાં અમેરિકામાં 41 રાજ્યોના પરિણામ આવી ગયા છે અને માત્ર 9 રાજ્યોના પરિણામ બાકી છે. પેન્સિલવેન્યિા અને જ્યોર્જિયામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આગળ ચાલી રહ્યા છે. ટેક્સાસ, સાઉથ કેરોલિના અને ઓક્લાહોમામાં ટ્રંપ જીતી ગયા છે. જોકે હાલમાં જો બાઇડેન અને ટ્રંપની વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે અને જો બાઇડેન બહુમતના આંકડથી માત્ર 43 વોટ પાછળ ચાલી રહ્યા છે. જ્યારે ફ્લોરિડામાં ટ્રંપ જીતી ગયા છે અને કહેવાય છે કે, જે ફ્લોરિડામાં જીતી જાય તે અમેરિકામાં રાષ્ટ્રપતિ બની જાય છે. હવે જોવાનું છે કે જો વાઇડે ફ્લોરિડા હારીને પણ રાષ્ટ્રપતિની ખુરશી મેળવી શકે છે કે નહીં.
અમેરિકામાં 40 રાજ્યોના ચૂંટમી પરિણામ આવી ગયા છે અને 10 રાજ્યોના પરિણામ બાકી છે. ઉપરાંત ઇલેક્ટોરલ વોટોને જોઈએ તો ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનને 227 વોટ મળ્યા છે અને હાલના રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 204 વોટ મળ્યા છે.
વ્હાઇટ હાઉસ બહાર તણાવ વધી ગયો છે. અહીં ફાયરિંગનો અવાજ સાંભળવા મળ્યો છે. કહેવાય છે કે, અહીં ટ્રંપ અને જો બાઈડેનના સમર્થક આમને સામને આવી ગયા છે.
ટ્રમ્પે ફ્લોરિડા, અલબામા, મિસીસિપી, ઓક્લાહોમા, ટેનેસી, કેન્ટકી, વેસ્ટ વર્જીનિયા અને ઇન્ડિયાના રાજ્યોમાં જીત મેળવી છે, જ્યારે તેમના ડેમેક્રેટિક પ્રતિસ્પર્ધી જો બાઈડેને વર્મોન્ટ,ત કનેક્ટિકટ, ડેલાવેયર, ઇલોનોઈસ, મેરીલેન્ડ, મેસાચુસેટ્સ, ન્યૂ જર્સી અને રોડ આઈલેન્ડમાં જીત મેળવી છે.
ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત નોંધાવી છે. ફ્લોરિડાનો ઈતિહાસ રહ્યો છે કે કોઈપણ રિપબ્લિકન ઉમેદવાર છેલ્લા 100 વર્ષથી ફ્લોરિડામાં જીત્યા વગ રાષ્ટ્રપતિ નથી બની શક્યા. ફ્લોરિડામાં 29 એલેક્ટોરલ વોટ છે.
જો બાઈડેને ન્યૂ મેક્સિકો, માસચૂસેટ્સ, ન્યૂ જર્સી, મૈરીલેન્ડ, વરમોન્ટ, કનેક્ટિકટ, ડેલાવેયર, કોલોરાડો ઉપરાંત ન્યૂ મેક્સિકો અને ન્યૂ હેમ્પશાયરમાં પણ જીત નોંધાવી છે.
અમેરિકાની ચૂંટમીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં બાઈડેનને 129 અને ટ્રમ્પને 109 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે. પરિણામ જોતા વ્હાઈટ હાઉસની બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ વખતે અમેરિકાની ચૂંટમીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાદ તથા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે. ભારતીય સમય મુજબ આજે સાંજે 4.30 કલાકથી અમેરિકામા વોટિંગ શરૂ થયું હતું. નવી દિલ્હી અને અમરિકાની રાજધાની વોશિંગ્ટનમાં 10.30 કલાકનું અંતર છે.

શરૂઆતની મતગણતરી પ્રમાણે હાલમાં કુલ 22 રાજ્યમાંથી 12 રાજ્યમાં ટ્રમ્પની જીત થઈ છે જ્યારે 10 રાજ્યમાં બાઈડનની જીત થઈ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.