અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેને રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ યુદ્ધને ખતમ કરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઘણા સમય પહેલા યુક્રેન પર પરમાણુ હુમલો કર્યો હોત. શક્ય છે કે ભારત અને ચીને તેમને આમ કરતા રોક્યા હોય. G20 સમિટ માટે ભારતની મુલાકાત પહેલાં ધ એટલાન્ટિકને આપેલા એક ઇન્ટરવ્યુમાં બ્લિંકને કહ્યું, 'પુતિન આ યુદ્ધમાં વધુ અતાર્કિક પ્રતિક્રિયા આપી શક્યા હોત. મોસ્કો તરફથી વારંવાર પરમાણુ હુમલાની ધમકીઓ મળી રહી હતી. આ ચિંતાનો વિષય છે.


તેમણે કહ્યું હતું કે અમે તે તમામ દેશોને વિનંતી કરી છે કે જેમના સંબંધો રશિયા સાથે સારા છે તે યુદ્ધનો અંત આવે. મને લાગે છે કે તેની થોડી અસર થઈ છે. જેમાં ચીન અને ભારતનો પણ સમાવેશ થાય છે. બંને દેશોએ રશિયાને યુક્રેન પર પરમાણુ હુમલો કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો અને સફળતા મેળવી છે.


તેમણે કહ્યું કે "રશિયા તેના સંરક્ષણ માટે સૈન્ય સાધનો પૂરા પાડતા દાયકાઓથી ભારતની નજીક છે, પરંતુ અમે છેલ્લા કેટલાક વર્ષોમાં જે જોયું છે તે એ છે કે માત્ર રશિયા પર આધાર રાખવાને બદલે તે અમારી અને ફ્રાન્સ જેવા અન્ય દેશો સાથે ભાગીદારીમાં આગળ વધ્યા છે.  


યુક્રેન યુદ્ધને એક વર્ષ પુરા થવા પર યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે શુક્રવારે 193 સભ્યોની યુએન જનરલ એસેમ્બલીમાં ભારત અને ચીન મતદાન કરવાથી દૂર રહ્યા હતા. જ્યારે 141 સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે સાત સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. ભારત અને ચીન ગેરહાજર રહેલા 32 સભ્યોમાં સામેલ હતા.


યુક્રેનને મદદ કરવા માટે અમેરિકા આટલા અબજ ડોલર આપશે


ભારત અને ચીન બંનેએ અત્યાર સુધી યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત અને શાંતિપૂર્ણ વાટાઘાટોની હાકલ કરવાને બદલે તટસ્થ વલણ અપનાવ્યું છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે યુએનને જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષ માટે ભારતનો અભિગમ જન-કેન્દ્રિત રહેશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને પુનરોચ્ચાર કર્યો કે આ યુદ્ધનો યુગ હોઈ શકે નહીં.


Russia Ukraine War: 'રશિયા સાથે સંબંધ નહીં તોડે ભારત, પણ યુદ્ધ રોકવા માટે પોતાની તાકાતનો કરશે ઉપયોગ', - અમેરિકાનો દાવો


Russia Ukraine Conflict: રશિયા અને યૂક્રેન યુ્દ્ધની વચ્ચે ભારત કોની સાથે છે, આ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતના સંબંધો રશિયા અને અમેરિકા બન્ને સાથે સારા છે. આ સ્થિતિમાં ભારત હાલમાં પોતાની ગુટ નિરપેક્ષ નીતિ પર ચાલતા મૌન રહ્યુ છે. આગળ પણ આશા છે કે, ભારત ખુલીને સામે નહીં આવે. એવુ એટલા માટે કેમ કે ભારત કોઇ એકનો સાથે આપીને બીજાઓને નારાજ નથી કરવા માંગતુ.  


હવે આ મામલાની વચ્ચે અમેરિકાના સહાયક વિદેશ મંત્રી અને દક્ષિણ મધ્ય એશિયન મામલાઓના પ્રભારી ડોનાલ્ડ લૂએ પ્રતિક્રિયા આપીછે, તેમને કહ્યું કે અમેરિકાને નથી લાગતુ કે ભારત જલદીથી ઉતાવળમાં રશિયા સાથે સંબંધ બગાડશે, પરંતુ અમેરિકાને આશા છે કે, ભારત યૂક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે રશિયાની સાથે પોતાના પ્રભાવનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થઇ ગયુ છે, છતાં બન્ને દેશો વચ્ચે શાંતિ વાર્તા માટે કોઇ તૈયાર નથી.


અમને ખબર છે કે ભારત રશિયાના સંબંધો સારા છે -  અમેરિકા 
ડોનાલ્ડ લૂએ અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કનની ભારત, કઝાકિસ્તાન, અને ઉઝબેકિસ્તાનની આગામી યાત્રા વિશે મીડિયાકર્મીઓ સાથે વાત કરતા આની જાણકારી આપી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા-યૂક્રેન પર મતદાનથી દુર રહેનારા 32 દેશોને લઇને સવાલના જવાબમાં લૂએ કહ્યું કે, અમને બધાને ખબર છે કે, રશિયાની સાથે ભારતના સંબંધો હંમેશા ગાઢ રહ્યાં છે