વૉશિંગટનઃ એશિયામાં ચીનના વધતા ખતરાની નોંધ હવે અમેરિકા લઇ રહ્યું છે. ભારત તથા અન્ય દેશોને ચીનથી વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પોતાની સેનાને એલર્ટ કરી છે.


અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ ગુરુવારે કહ્યું કે ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા એશિયન દેશોની ચીનથી ખતરો વધી રહ્યો છે. આ વધતા ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ દુનિયાભરમાં પોતાના સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરીને તેમને દરેક જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા છે. કેમકે જરૂર પડ્યે પીપલ લિબરેશન આર્મીનો મુકાલબો કરી શકે. પોમ્પિઓએ જર્મન માર્શલ ફંડના વર્ચ્ચૂઅલ બ્રેસલ્સ ફોરમ 2020માં એક સવાલના જવાબમાં આ વાત કહી હતી.

પોમ્પિઓએ કહ્યું કે, અમે નક્કી કરીશું કે અમારી તૈનાતી એવી હોય કે પીએલએનો મુકાબલો કરી શકાય. અમને લાગે છે કે આ અમારા સમયનો પડકાર છે, અને અમે નક્કી કરીશું કે અમારી પાસે તેને ટક્કર આપવા માટે તમામ સંશાધન યોગ્ય જગ્યા પર ઉપલબ્ધ થાય.



તેમને વધુમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશો પર સૈનિકોની તૈનાતી કરીને સમીક્ષા કરવામાં આવી રહી છે, આ યોજના અંતર્ગત અમેરિકા, જર્મનીમાં પોતાના સૈનિકોની સંખ્યા લગભગ 52 હજારથી ઘટાડીને 25 હજાર કરી દીધા છે. પોમ્પિઓએ કહ્યું કે સૈનિકોની તૈનાતી જમીની વાસ્તવિકતા પર કરવામાં આવશે.

ખાસ વાત છે કે એશિયામાં બે મોટા દેશો ભારત અને ચીન વચ્ચે 15 જૂનની સૈન્ય ઘટના ઘટી, આ ઘટનાના કારણે અમેરિકા સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યું છે. બન્ને દેશો હાલ તણાવપૂર્ણ સ્થિતિમાં છે.