નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન યુદ્ધને લઇને હવે દુનિયાભરમાં ચિંતા ફેલાઇ ગઇ છે, એટલુ જ નહીં સાથે સાથે સામન્ય લોકોની સાથે હવે નેતાઓ પણ વ્લાદિમીર પુતિનના યુદ્ધના ફેંસલા વિરુદ્ધ ખુલીને સામે આવી રહ્યાં છે. જોકે હવે આ બધાની વચ્ચે અમેરિકામાં ભારે રોષ ફેલાયો છે, અને અમેરિકન સરકારા એક નેતાએ તો પુતિનની હત્યા થવી જોઇએ એવુ નિવેદન પણ આપી દીધુ છે.
અમેરિકાના સીનિયર સીનેટર લિન્ડસે ગ્રાહમે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ સમસ્યા માત્ર રશિયન લોકો જ ઠીક કરી શકે છે. લિન્ડસે ગ્રાહમે કહ્યું કે, રશિયાનો કોઇ વ્યક્તિ એ જ વ્લાદિમીર પુતિનની હત્યા કરવી પડશે. લિન્ડસે ગ્રાહમે કહ્યું કે, આ કહેવુ આસાન, કરવુ મુશ્કેલ છે, પરંતુ જો જો રશિયાના લોકો પોતાની આખી જિંદગીને અંધકારમય નથી જીવવા માંગતા અને આખી દુનિયાથી અલગ થલગ નથી થવા ઇચ્છતા તો આમ કરવાની જરૂર છે. અમેરિકન સીનેટરે ટીવી ઇન્ટરવ્યૂ ઉપરાંત તેના પોતાના ટ્વીટર પર પણ આ વાત ફરીથી કહી હતી.
બાઈડન વહીવટીતંત્રએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના કેટલાક લોકો પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. નવા પ્રતિબંધો અનુસાર પુતિનના પ્રેસ સચિવ દમિત્રી પેસકોવ અને રશિયાના મોટા ઉદ્યોગપતિ અલીશેર બુરહાનોવિચની સાથે જ પુતિનના વધુ એક નજીક પર નિશાન સાધવામાં આવ્યુ છે. અમેરિકાના વિદેશ વિભાગે આ જાહેરાત પણ કરી કે તે 19 રશિયન વેપારીઓ અને તેમના પરિજન તથા સંબંધીઓ પર વિઝા પ્રતિબંધ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો.......
RBIમાં નોકરી મેળવવાની શાનદાર તક, 905 જગ્યા માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી
બૉલીવુડની સુપર હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, બહેને આપી જાણકારી
SIDBI માં ગ્રેડ A ની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, અરજી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ
Russia-Ukraine War: કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો મિસાઇલ હુમલાનો Live Video
Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........