ન્યૂયોર્કઃ અમેરિકાએ આતંકવાદને લઇને ફરીએકવાર પાકિસ્તાનને ચેતવણી આપી છે. અમેરિકાએ કડક શબ્દોમાં કહ્યુ છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ તમામ આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી નથી. જો જરૂર પડી તો તે જાતે જ તમામ આતંકી નેટવર્કો વિરુદ્ધ કાર્યવાહી કરતા અચકાશે નહીં.

અમેરિકાના એક્ટિંગ અંડર સેક્રેટરી એડમ જુબીને કહ્યું કે, સમસ્યા એ છે કે પાકિસ્તાનની સરકારની અંદર કેટલીક તાકાતો છે. ખાસ કરીને પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ જે પાકિસ્તાનમાં તમામ આતંકી સંગઠનો વિરુદ્ધ એક જેવી કાર્યવાહી કરતી નથી.

વધુમાં જુબીને કહ્યું કે, અમે પાકિસ્તાનમાં પોતાના સાથીઓને આગ્રહ કરીએ છીએ કે તેઓ પોતાના દેશમાં કાર્યરત તમામ આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરે. અમે તેમની મદદ માટે તૈયાર છે પરંતુ એ વાતમાં કોઇ શંકા નથી કે જો આપણે આતંક  વિરુદ્ધ પાકિસ્તાનનો સાથ આપવા માટે કટિબદ્ધ છીએ તો બીજી તરફ જો જરૂર પડી તો અમેરિકા એકલું આ નેટવર્કોને નષ્ટ કરતા અચકાશે નહીં.