ટ્રમ્પે ચીન પર નિશાન સાધતા કહ્યું કે, અમે ગાઉન, માસ્ક અને સર્જિકલ ઉપકરણનું ઉત્પાદન કરી રહ્યા છીએ. તેને વિશેષ રીતે વિદેશી ભૂમિ પર બનાવવામાં આવ્યું છે. આશ્વર્ય એ વાતનું છે કે વિશેષ રીતે ચીનમાં. જ્યાંથી આ વાયરસ અને અન્ય બીમારીઓ આવી હતી. ચીન ગુપ્ત રાખવા અને દગો આપવાના વિચારે આખી દુનિયામાં વાયરસ ફેલવા દીધો. આ માટે ચીનને પુરી રીતે જવાબદાર ઠેરવવું જોઇએ, ચીને જવાબદારી ઉઠાવવી પડશે.
ટ્રમ્પ અનેકવાર કોરોના મહામારી બદલ ચીનને જવાબદાર ઠેરવી ચૂક્યા છે. તેમણે ચીન પર વાયરસ અંગેની માહિતી છૂપાવવાનો આરોપ લગાવ્યો હતો. જોન હોપકિન્સ યુનિવર્સિટીના કહેવા અનુસાર, અમેરિકામાં શુક્રવારે કુલ 54 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.