નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. સમગ્ર દુનિયામાં 1.13 કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા ચે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયામાં એક કરોડ 13 લાખ 78 હજારથી વધુ લોક સંક્રમિત છે, જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજારને પાર પહોંચી ગઈ છે.


દુનિયામાં ક્યા કેટલા કેસ, કેટલા મોત

અમેરિકા હાલમાં પણ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોના યાદીમાં સૌથી ઉપર છે. અહીં અત્યાર સુધી 29.35 લાખ લોકો સંક્રમણના શિકાર બન્યા છે, જ્યારે એક લાખ 32 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રાઝીલમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. અહીં અમેરિકાની બરાબર કેસ અને મોત નોંધાઈ રહ્યા છે. બ્રાઝીલમાં કુલ 15.68 લાખ લોકો વાયરસથી સંક્રમિત છે. તેના બાદ રશિયા અને ભારતમાં સંક્રમિતોની સંખ્યા સૌથી ઝડપથી વધી રહી છે.

  • અમેરિકાઃ કેસ- 2,935,770, મોત- 132,318

  • બ્રાઝીલઃ કેસ-1,578,376, મોત- 64,365

  • રશિયાઃ કેસ- 674,515, મોત- 10,027

  • ભારતઃ કેસઃ 673,904, મોત-19,279

  • સ્પેનઃ કેસઃ 297,625, મોત- 28,385


14 દેશોમાં બે લાખથી વધુ કેસ

બ્રાઝીલ, રશિયા, સ્પેન, યૂકે, ઈટાલી, ભારત, પેરુ, ચિલી, ઈરાન, મેક્સિકો, પાકિસ્તાન, તુર્કી અને સાઉથ અરબમાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. જ્યારે જર્મનીમાં પણ 1 લાખ 90 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ભારત વિશ્વમાં સૌથી વધારે મામલે આઠમા ક્રમે છે, જ્યારે મોતના લિસ્ટમાં આઠમા નંબર પર છે.