Venezuela Protest: વેનેઝુએલામાં નિકોલસ માદુરોની જીતના વિરોધમાં લોકોએ હંગામો અને તોફાન-હિંસા શરૂ કરી દીધી છે. દક્ષિણ અમેરિકાના દેશોમાંથી પણ આગચંપીના સમાચાર આવી રહ્યાં છે. કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી. વિપક્ષે દાવો કર્યો છે કે તેમની પાસે રવિવારની ચૂંટણીમાં જીતનો પુરાવો છે, પરંતુ સરકારે પોતાની રીતે જાહેરાત કરી હતી. હવે વેનેઝુએલામાં આના વિરોધમાં મોટા પાયે પ્રદર્શન જોવા મળી રહ્યા છે. હજારો લોકોનું ટોળું રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયુ છે, અને તોફાન મચાવવા લાગ્યુ છે. 


આ સમગ્ર ઘટના અંગે નેશનલ ઈલેક્ટોરલ કાઉન્સિલે કહ્યું હતું કે માદુરોએ મુખ્ય વિપક્ષી ઉમેદવાર એડમન્ડો ગૉન્ઝાલેઝને હરાવીને 51 ટકા મતો જીત્યા હતા. જ્યારે વિપક્ષી ઉમેદવાર એડમન્ડો ગૉન્ઝાલેઝને માત્ર 44 ટકા મત મળ્યા હતા. તેથી,  નિકોલસ માદુરો ફરીથી ત્રીજી વખત રાષ્ટ્રપતિ બન્યા. અમેરિકાએ પણ આ ચૂંટણીને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાએ સોમવારે કહ્યું કે માદુરોની જીતની કોઈ વિશ્વસનીયતા નથી. વિપક્ષે માદુરોની જીતને છેતરપિંડી ગણાવી અને કહ્યું કે તેમના ઉમેદવાર એડમન્ડો ગૉઝાલેઝને 73.2 ટકા મત મળ્યા છે.


તાનાશાહને મારી નાંખો....
વિરોધ કરી રહેલા લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી પૉસ્ટ પણ વાયરલ કરી છે. એક પૉસ્ટમાં લખ્યું હતું - તાનાશાહ-સરમુખત્યારને મારી નાંખો. બીબીસીના અહેવાલ મુજબ, ફૉર્સને પણ રાષ્ટ્રપતિના ભવન તરફ આગળ વધતી જોઇ શકાય છે, કદાચ તે ભવન બચાવવા ગઇ હોય. તેમની પાસે મોટા હથિયારો પણ છે. પોલીસ ફોર્સે ટીયર ગેસ છોડ્યા છે. હકીકતમાં, ચૂંટણી પહેલા કરવામાં આવેલા તમામ ઓપિનિયન પોલમાં એડમોન્ડો જીતતા જોવા મળ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આર્થિક સંકટ છે. માદુરો 11 વર્ષથી સત્તામાં છે, તેમને હટાવવા માટે વિપક્ષી પાર્ટીઓ એક થઈ ગઈ છે.


ટીયર ગેસના શેલ છોડ્યા, ટાયર પણ સળગાવ્યા 
વિરોધ પ્રદર્શનના જાહેર થયેલા વીડિયો અને ફૂટેજ અનુસાર, લોકો કારાકાસના રસ્તાઓ પર હંગામો મચાવતા અને તોફાનો સાથે હિંસા કરતાં જોવા મળી રહ્યાં છે. ટાયર સળગાવવામાં આવી રહ્યા છે. પોલીસ લોકોને રાષ્ટ્રપતિ ભવન જતા અટકાવી રહી છે. આ માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. વિરોધીઓએ કારાકાસથી રાજધાનીના કેન્દ્ર અને મીરાફ્લોરેસના રાષ્ટ્રપતિ મહેલ તરફ કૂચ કરી. ઘણા લોકો વેનેઝૂએલાના ધ્વજ ધારણ કરતા હતા અને કેટલાક લોકોના ચહેરા પર માસ્ક હતા અને લાકડાની મોટી લાકડીઓ હતી. પોલીસે કેટલાક વિસ્તારોમાં ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેના કારણે બપોરના સમયે આકાશમાં ધુમાડાના મોટા વાદળો દેખાયા હતા. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયો અનુસાર, સાદા કપડામાં લોકો મહેલથી થોડે દૂર સાંતા કેપિલામાં પ્રદર્શનકારીઓ પર પિસ્તોલથી ફાયરિંગ કરી રહ્યા હતા. વિરોધમાં ભાગ લેનાર 41 વર્ષીય પાઓલા સરઝાલેજોએ કહ્યું કે મતદાનમાં છેતરપિંડી થઈ છે. અમે 70 ટકાથી જીત્યા, પરંતુ તેઓએ ફરી અમારી ચૂંટણી છીનવી લીધી. દેખાવકારોમાંના એક 33 વર્ષીય મોજારેસે કહ્યું કે અમે અમારા બાળકો માટે સારું જીવન ઈચ્છીએ છીએ. માદુરો હવે આપણા રાષ્ટ્રપતિ નથી. ગઈ રાતનું પરિણામ ખૂબ જ નિરાશાજનક હતું... હું રડ્યો, હું ચીસો પાડી. મેં મારી દીકરી, જે 13 વર્ષની છે, રડતી જોઈ. મેં તેને કહ્યું, 'ક્યાં સુધી આવું ચાલશે?'