વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે બંને જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલની સ્થિતિને જોતા ખૂબ જ ખરાબ ગણાવી છે. તેઓએ કહ્યું કે ભારતે હાલમાં જ 5દ લોકોને ગુમાવ્યા છે અને ભારત ખૂબ જ મોટા પગલા ભરવાનું વિચારી રહ્યું છે. ઓવલ ઓફિસમાં ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, “ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ ખરાબ સ્થિતિ ચાલી રહી છે. અમે તેને રોકવા ઇચ્છીએ છે. ટ્રમ્પે કહ્યું કે, “ભારત ખૂબ જ સખ્ત પગલાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છું. ભારતે અંદાજે 50 લોકોને હુમલામાં ગુમાવ્યા છે. ઘણા બધા લોકો વાત કરી રહ્યાં છે. આ ખૂબ જ નાજુક સ્થિતિની તરફ જઇ રહ્યું છે. કાશ્મીરમાં હાલમાં જે થયું છે ખૂબજ ખતરનાક છે.” આતંકી મસૂદને બચાવવાના પ્રયાસમાં પાકિસ્તાન, જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર પર કર્યો કબજો પાકિસ્તાનની વચ્ચે ખૂબ-ખૂબ જ ખરાબ સ્થિતિ છે. એક ખૂબ જ ખતરનાક સ્થિતિ. અમે આ તણાવની સ્થિતિ ઝડપથી ખત્મ થતી જોવા માંગે છે. ઘણા બધા લોકોને મારી નાંખ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે આ તાત્કાલિક બંધ થાય. અમે આ પ્રક્રિયા પર અમારી બાજ નજર બનાવી છે. ભારતથી ડર્યું પાકિસ્તાન, ઇમરાન ખાને જમાત-ઉદ-દાવા પર લગાવ્યો પ્રતિબંધ ડોનાલ્ડ ટ્રંપે પાકિસ્તાને આડે હાથ લેતા કહ્યું કે તેણે અમેરિકી મદદનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે. ટ્રંપે પાકિસ્તાનને આપવામાં આવતી 1.3 અબજ ડોલર મદદ પર રોક લગાવી દીધી છે.