Russia-Ukraine War: રશિયા સાથે છેલ્લા એક વર્ષથી યૂક્રેન યૂદ્ધ લડી રહ્યું છે, આ યુદ્ધને રોકવા માટે દુનિયાના મોટા મોટા દેશો પણ બન્ને દેશોને અપીલ કરી ચૂક્યા છે, પરંતુ આ યુદ્ધ દિવસે દિવસે વધુ ઉગ્ર બનતુ જાય છે, હવે આ કડીમાં વધુ એક અપડે સામે આવ્યુ છે. રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યૂક્રેનના વિપક્ષી નેતા વિક્ટર મેદવેદચુક (Viktor Medvedchuk)ની નાગરિકતા રદ્દ કરવાનો દાવો કર્યો છે. 


યૂક્રેનના રાષ્ટ્રપતિ વૉલિદિમીર ઝેલેંન્સ્કીએ કહ્યું કે, વિક્ટર મેદવેદચુકની નાગરિકતા રદ્દ કરી દેવામા આવી છે, વિક્ટર મેદવેદચુકને રશિયાના સમર્થક નેતા માનવામાં આવે છે, તેમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન (Vladimir Putin) ના નજીકના બતાવવામાં આવે છે. 


ઝેલેંન્સ્કીએ કહ્યું કે, વિક્ટર મેદવેદચુક એક પૂર્વ યૂક્રેની સાંસદ છે, જેને ગયા સપ્ટેમ્બરે એક કૈદી એક્સચેન્જમાં રશિયાને સોંપી દેવામાં આવ્યા હતા. હવે તેમની નાગરિકતા છીનવી લેવામાં આવી છે, યૂક્રેનની સુરક્ષા અને બંધારણને જોતા આ ફેંસલો લેવામાં આવ્યો છે. તેમને કહ્યું કે, યૂક્રેને ચાર લોકોની નાગરિકતા સમાપ્ત કરવાનો ફેંસલો કર્યો છે.  


રશિયાને સોંપી દેવામાં આવ્યા હતા વિક્ટર મેદવેદચુક -
ઝેલેંન્સ્કીએ બતાવ્યુ કે કાર્યવાહી તે લોકો વિરુદ્ધ હતી જેમને યૂક્રેનના લોકોને નહીં, પરંતુ યૂક્રેનમા આવેલા હત્યારાઓની સેવા કરવાનું પસંદ કર્યુ હતુ. તેમને કહ્યું કે, આ છેલ્લો ફેંસલો છે, આગળ આવા પણ કડક ફેંસલા લેવામાં આવશે. વિક્ટર મેદવેદચુક તે 50 કેદીઓમાના એક હતા, જેને સપ્ટેમ્બરમાં 215 યૂક્રેની કેદી સૈનિકોના બદલામાં રશિયાને સોંપી દેવામાં આવ્યા હતા, તે ફેબ્રુઆરી, 2022 માં રશિયાના આક્રમણની શરૂઆત બાદ બન્ને દેશોની વચ્ચે એક મોટી અદલાબદલી હતી.


Ukraine-Russia War: TIME મેગેઝિને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને 'પર્સન ઑફ ધ યર' તરીકે પસંદ કર્યા


Volodymyr Zelensky On TIME Magazine: ટાઈમ મેગેઝીને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીની સાથે સાથે "ધ સ્પિરિટ ઓફ યુક્રેન" ને પર્સન ઓફ ધ યર 2022 જાહેર કર્યા છે. ટાઈમ મેગેઝીને બુધવારે આની જાહેરાત કરી હતી. છેલ્લા 12 મહિનામાં વૈશ્વિક ઘટનાઓમાં સૌથી વધુ પ્રભાવ પાડનાર વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે છે. પુરસ્કાર માટેના અન્ય ફાઇનલિસ્ટમાં ઈરાની વિરોધીઓ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અને યુએસ સુપ્રીમ કોર્ટનો સમાવેશ થાય છે.


ટાઈમ એડિટર-ઈન-ચીફ એડવર્ડ ફેલસેન્થલે લખ્યું હતું કે, ભલે યુક્રેન માટે લડવામાં આવી રહેલી લડાઈ કોઈને આશાથી ભરી દે અથવા ડરથી, વોલોડીમીર ઝેલેન્સ્કીએ વિશ્વને એવી રીતે પ્રેરણા આપી આપી છે જે આપણે દાયકાઓમાં જોઈ નથી. તેમણે કહ્યું કે, યુક્રેનના રાષ્ટ્રપતિને ચૂંટવાનો નિર્ણય સૌથી સ્પષ્ટ હતો.