Trending News: આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર ધામધૂમથી લગ્નના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક અનોખો અને આશ્વર્યજનક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વર-કન્યા પોતાના લગ્નમાં પોતાની એન્ટ્રીને યાદગાર બનાવવા માટે વિવિધ પ્રકારના પ્લાનિંગ કરતા રહેતા હોય છે ત્યારે તાજેતરમાં આવો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
વાસ્તવમાં તેમના લગ્ન દરમિયાન એક કપલે તેમની એન્ટ્રીને યાદગાર બનાવવા માટે કંઈક અલગ કરવાનું વિચાર્યું. એક સ્ટંટમેન યુવકના લગ્ન હતા અને તેણે પોતાની પત્ની સાથે લગ્ન સમારોહમાં હિંમતભેર સ્ટાઈલમાં એન્ટ્રી મારી હતી.
વાયરલ થઈ રહેલો વીડિયો સ્ટંટમેન ગેબ જેસોપના લગ્નનો છે. જેમાં તે પોતાની પત્ની અંબીર બમ્બીર મિશેલ સાથે પોતાના શરીર પર આગ લગાવી સ્ટેજ પર એન્ટ્રી મારે છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સના શ્વાસ અટકી ગયા છે. વીડિયોના અંતમાં વરરાજાની ટીમ બંને પર કાર્બન ડાયોક્સાઈડ ગેસ છોડીને આગ ઓલવતી જોવા મળે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 79 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.
યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ