Viral Video: આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં લોકોને બે ટંકનું ખાવાનું પણ ખૂબ મુશ્કેલીથી મળી રહ્યું છે.આવી સ્થિતિમાં એક પાકિસ્તાની વ્યક્તિએ તેની પુત્રીને તેના લગ્નના દિવસે સોનાની ઇંટોથી તોલી હતી. દુબઈમાં યોજાયેલા આ લગ્નને જોઈને પાકિસ્તાની લોકો ગુસ્સે થઈ ગયા હતા. રિપોર્ટ અનુસાર, સોનાની ઇંટોનું વજન 70 કિલો હતું, જેનાથી પાકિસ્તાની વ્યક્તિએ તેની પુત્રીનું વજન કર્યું હતું.






આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે યુવતીને તેના વજનની બરાબર સોનાની ઈંટોથી તોલવામાં આવી રહી છે. આ પાકિસ્તાની ઉદ્યોગપતિ દુબઈમાં રહે છે. જો કે હજુ સુધી આ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર, આ વીડિયો લગભગ 5 મહિના જૂનો છે, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


પાકિસ્તાની લોકોએ ટીકા કરી


વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સે ગુસ્સો ઠાલવ્યો હતો. લોકો આ પાકિસ્તાની બિઝનેસમેનની આકરી ટીકા કરી રહ્યા છે. ટ્વિટર પર આ વીડિયો શેર કરતાં એક યુઝરે લખ્યું કે પાકિસ્તાનમાં વર્તમાન આર્થિક સંકટ, તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપને જોતા આ પૈસા  દેખાડો કરવાને બદલે કોઈની મદદ માટે દાન કરવી જોઈતી હતી.


સાથે જ એક યુઝરે લખ્યું છે કે પાકિસ્તાનમાં ખાવા માટે ભોજન નથી, લોકો ભૂખે મરી રહ્યા છે. પાકિસ્તાનને કોઈ લોન નથી આપી રહ્યું અને તમે દેખાડી રહ્યા છો. નોંધનીય છે કે તાજેતરના ભૂતકાળમાં પાકિસ્તાનમાં ફ્રી રાશન માટે ઘણી વખત નાસભાગની સ્થિતિ જોવા મળી હતી, આજે પણ ત્યાંના લોકો મૂળભૂત જરૂરિયાતો માટે તરસી રહ્યા છે.