Pakistani Girl Bollywood Dance : બોલિવુડની ફિલ્મો તેમાં પણ ખાસ કરીને તેના ગીતો દુનિયાભરમાં ધુમ મચાવી રહ્યાં છે. પછી તે ભારતનો મિત્ર દેશ હોય કે દુશ્મન દેશ. આમ પણ કહેવાય છે કે કળાને સરહદો નડતી નથી. કંઈક આ પ્રકારે જ બોલિવુડની ફિલ્મોના ગીત પર પાકિસ્તાનમાં એક લગ્નમાં યુવતીએ શાનદાર ડાંસ પર્ફોર્મ કરી લોકોને દંક કરી નાખ્યા હતાં. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. 


બોલિવુડના આઇકોનિક ગીત 'મેરા દિલ યે પુકારે' ગીત પર તેના આકર્ષક ડાન્સ મૂવ્સથી પાકિસ્તાની છોકરી આયેશા ઉમર રાતોરાત સ્ટાર બની ગઈ છે. આ ડાંસ કર્યાને તો એક મહિનો થયો છે પરંતુ હવે એક અન્ય એક પાકિસ્તાની છોકરીએ તેના ડાન્સ વીડિયોથી ઇન્ટરનેટ પર કબજો ધમાલ મચાવી દીધી છે. આ વીડિયોની ક્લિપ ખૂબ જ વાયરલ થઈ છે અને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. વીડિયોમાં એક પાકિસ્તાની છોકરી તેની બહેનના લગ્નમાં સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા'ના લોકપ્રિય ગીત 'અંગ લગા દે' ગીત પર ધૂન કરતી જોવા મળે છે.


આ ડાન્સ ક્લિપે ઇન્ટરનેટ પર રીતસરની આંધી લાવી દીધી છે. આ વિડિયો સૌપ્રથમ નતાલિયા કૉલિંગ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો અને તે એક સુંદર છોકરીને બતાવે છે જે ભારે શાનદાર લહેંગામાં સજ્જ છે. જ્યારે તે લગ્નના મહેમાનો સમક્ષ બોલિવુડ ટ્રેક પર પરફોમ કરી રહી છે. છોકરીએ તેના સિંપક સ્ટેપ્સથી સ્ટેજને આગ લગાવી દીધી હતી અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.






ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા નતાલિયાએ લખ્યું હતુ--ઈન્સ્ટાગ્રામ મને આખી ક્લિપ અપલોડ કરવા દેશે નહીં પરંતુ આ મારી ટેલેન્ટેડ બેબી બહેન છે અને મને તેના પર ખૂબ ગર્વ છે. તો બસ આ ક્ષણ તમારી સાથે શેર કરવા માંગુ છું. થોડા દિવસો પહેલા શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.


તેનું પર્ફોર્મન્સ જોઈને નેટીઝન્સ પણ સક્રિય બન્યા છે અને યુવતી પર લોકો સતત પ્રેમ વરસાવી રહ્યાં છે. તેમાંથી કેટલાકે તેણીના  ડાન્સ મૂવ્સ માટે તેણીને બિરદાવી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી કે તે તેના ભારે ભરખમ પોશાકને કારણે કદાચ ટ્રીપ થઈ ગઈ હશે.


કેટલાક અન્ય લોકોએ કહ્યું હતું કે, કૌટુંબિક પ્રસંગમાં કરવા માટે આ ડાન્સ થોડો બોલ્ડ હતો.