હાલમાં જ અક્ષય કુમારના આ શોમાં આવવાના રિપોર્ટ્સને લઈને ચાહકો ઉત્સાહીત છે. તે શૂટિંગ માટે પણ પહોંચી ગયા છે. હવે રિપોર્ટ્સ આવ્યા છે કે બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદૂકોણ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી આ યાદીમાં સામેલ થવાના છે. રિપોર્ટ્સ મુજબ, બીજો અને ત્રીજો એપિસોડ આ બંને સાથે શૂટ કરવામાં આવશે. આશા છે કે ઘણા જાણીતા ચહેરાઓ આ શોમાં જોવા મળશે.
ચાહકો રજનીકાંતના એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રજનીકાંતે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે બેયર ગ્રિલ્સના શોનો ભાગ બનશે. રજનીકાંતે ક્યારેય ન ભૂલાય તેવા અનુભવ માટે બેયર ગ્રિલ્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મેન વર્સેસ વાઈલ્ડ એક સર્વાઈવલ ટીવી સિરીઝ છે. આ શો દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે.