ઇસ્લામાબાદ: પાકિસ્તાને કહ્યું કે, ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે, ઈરાનની અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝ એજન્સીએ એક સુરક્ષા અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે સરહદી ગામ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકો સહિત સાત લોકો માર્યા ગયા હતા.


પાકિસ્તાને ગુરુવારે વહેલી સવારે ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં 'આતંકવાદી ઠેકાણાઓ' પર સૈન્ય હુમલા શરૂ કર્યા હતા, જેમાં 9 લોકો માર્યા ગયા હતા. આ પછી, પાકિસ્તાન અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની આશંકા સેવાઇ રહી  છે. આ હુમલા બાદ એવા સમાચાર છે કે, પાકિસ્તાને ઈરાનને 'સંયમ' રાખવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'પાકિસ્તાને ઈરાનને સંયમ રાખવાનો અનુરોધ કર્યો છે અને બે પડોશીઓ વચ્ચે તણાવ વધી શકે તેવા કોઈ પગલાં ન ભરવાની અપીલ કરી છે.'


ઉલ્લેખનિય છે કે, બુધવારે બલૂચિસ્તાનમાં ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ પાકિસ્તાન ખૂબ નારાજ છે. વિદેશ મંત્રાલયે ગઈકાલે (બુધવારે) ઈરાનથી તેના રાજદૂતને પાછા બોલાવ્યા હતા અને અગાઉ નક્કી કરેલી તમામ દ્વિપક્ષીય મુલાકાતો સ્થગિત કરી દીધી હતી.


પાકિસ્તાને અનેક આતંકીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે


પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે સવારે એક નિવેદનમાં કહ્યું, 'આજે વહેલી સવારે પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી ઠેકાણાઓ પર સંકલિત અને લક્ષ્યાંકિત સૈન્ય હુમલા કર્યા.' તેમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયા હતા. જોકે, ઈરાનની અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝ એજન્સીએ એક સુરક્ષા અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે સરહદી ગામ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકો સહિત નવ લોકોના મૃત્યુ થયા છે,


સમાચાર એજન્સીએ વરિષ્ઠ અધિકારી અલીરેઝા મરહમતીના હવાલાથી કહ્યું કે, 'ગુરુવારે સવારે 4.50 કલાકે સરવાન શહેરના વિસ્તારમાં અનેક વિસ્ફોટના અવાજો સંભળાયા અને તપાસ બાદ અમને જાણવા મળ્યું કે પાકિસ્તાને ઈરાન સાથેના સરહદી ગામોમાંથી એક પર મિસાઈલ છોડી હતી. 'તેને નિશાન બનાવવામાં આવ્યું છે.' આ સિવાય સરવન શહેર પાસે પણ વિસ્ફોટ થયો હતો, જ્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી.


ઈરાન-પાકિસ્તાન સંઘર્ષે ચિંતા વધારી


ઈરાનના હુમલા અને પાકિસ્તાનના વળતા હુમલાઓએ પશ્ચિમ એશિયાના અસ્થિર પ્રદેશમાં ચિંતા વધારી છે, જે ગાઝા પટ્ટીમાં હમાસ સામે ઈઝરાયેલના યુદ્ધ અને યમનના હુથી બળવાખોરો દ્વારા લાલ સમુદ્રમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવવાથી પહેલેથી જ તણાવગ્રસ્ત છે.


પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું, 'આ કાર્યવાહી તમામ ખતરા સામે તેની રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પાકિસ્તાનના સંકલ્પને દર્શાવે છે.' એક સૂત્રએ કહ્યું, 'આ હુમલા પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર પ્લેન દ્વારા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ફાઈટર પ્લેન પાકિસ્તાની એરસ્પેસની અંદર હતા.


માનવરહિત હવાઈ વાહનો દ્વારા જાસૂસી પછી, આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી અને હુમલા માટે કુલ સાત લક્ષ્યોની પસંદગી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે હુમલામાં કોઈ ઈરાની નાગરિકો કે સૈન્ય કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા નથી.