યુદ્ધ વિકલ્પ નહી, વાતચીતથી થાય દ્વિપક્ષીય વિવાદોનો ઉકેલઃ પાકિસ્તાન
abpasmita.in | 09 Oct 2016 04:36 PM (IST)
નવી દિલ્લીઃ પાકિસ્તાનના રાજનેતાએ કહ્યું હતું કે, યુદ્ધ ભારત અને પાકિસ્તાન માટે વિકલ્પ નથી. અને તેમનો દેશ માને છે કે, કાશ્મીર મુદ્દા સહિત તમામ દ્વિપક્ષિય વિવાદોનો વાતચીતથી ઉકેલ લાવવો જોઇએ. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત જલીલ અબ્બસ જિલાનીએ કહ્યું કે, યુદ્ધ કોઇ વિકલ્પ નથી. કારણ કે, બંને દેશોને આર્થિક વિકાસની જરૂર છે. અને તેમને લોકોના કલ્યાણ માટે કામ કરવું જોઇએ. જિલાની કાલે વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની વાર્ષિક બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા આમ જણાવ્યું હતું. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, યુદ્ધ તો કોઇ વિકલ્પ છે જ નહી બે પરમાણું શક્તિ ધરાવતા દેશ વચ્ચે. જિલાનીએ યુદ્ધ વિશે કહ્યુ કે, યુદ્ધ અંગે વિચારવું કલ્પનાની બહાર છે. એટલા માટે પાકિસ્તાનની સરકારનું માનવું છે કે, કાશ્મીર સહિત તમામ મુદ્દા પર આંતરરાષ્ટ્રીય નૈતિક્તાના આધારે વાતચીતના માધ્યમથી આગળ વધવું જોઇએ. સપ્તાહના મોટા ભાગના સમયે જિલાની અહીં બે પાકિસ્તાનની દૂતો સાથે વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિત અન્ય મંચો પર વિવિધ બેઠકો કરી હતી.