નવી દિલ્લી: ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશ્નર અબ્દુલ બાસિતે કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરને લઈને ભારતથી ખોટી વાતચીત નહીં, પરંતુ સાચા પુરાવા માંગે છે. એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં તેમને એ પણ વાતનો સ્વીકાર કર્યો હતો કે પાકિસ્તાનની ભારતને લઈને વિદેશ નીતિ નક્કી કરવામાં પાકિસ્તાની સેનાની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, અબ્દુલ બાસિતે કહ્યું કે આર્મી પાકિસ્તાન સરકારને ભારત, અફગાનિસ્તાન અને બાકી સિક્યોરિટી મુદ્દા પર મહત્વપૂર્ણ ઈનપુટ આપતી રહી છે. અમુક મીડિયા રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની સરકારે આર્મીને આતંકવાદીઓ ઉપર એક્શન લેવા માટે કહ્યું છે.
બાસિતે આ રિપોર્ટને નકારતા કહ્યું કે પાકિસ્તાનની ભારતને લઈને વિદેશ નીતિમાં આર્મીનો રોલ નહીં હોય, આ વિચારવું ખોટું છે. તેમને તર્ક આપતા કહ્યું કે, ભારત આર્મી વગર કંસલ્ટ કરેલી પોતાની વિદેશ નીતિ પણ નહીં બનાવી હોય. તેમને એવો પણ સંકેત આપ્યો કે, પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર પાછળ હટે તેમ નથી. બાસિતે કહ્યું કે, પુરાવા વગરના કોઈ ઉદ્દેશ્ય વગર પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર કોઈ વાત કરવા કરવા માંગતું નથી.