Mutah Marriage In Islam: દુનિયાના અલગ અલગ ધર્મમાં લગ્નના અલગ અલગ અર્થ હોય છે. જો ઈસ્લામ ધર્મની વાત કરવામાં આવે તો લગ્ન એક સામાજિક સમજૂતી હોય છે. જેમાં પતિ અને પત્નીના પરિવારો મળીને એક સમજૂતી કરે છે. પતિ અને તેના પરિવારવાળા પત્નીના પરિવારવાળાને મેહર તરીકે કેટલાક પૈસા આપે છે. ત્યારબાદ છોકરો છોકરી જ્યારે પોતાની સંમતિ દર્શાવે છે, ત્યારે લગ્ન પૂર્ણ થાય છે.


ઈસ્લામમાં બે મુખ્ય સંપ્રદાય છે -  શિયા અને સુન્ની, જેમની અલગ અલગ માન્યતાઓ અને પરંપરાઓ છે. જેમાં લગ્નની પરંપરાઓ પણ સામેલ છે. ઈસ્લામ ધર્મમાં લગ્નની એક નહીં પરંતુ ઘણી પરંપરાઓ છે. એમાંથી એક છે મુતાહ પરંપરા. જેમાં છોકરીઓ જેટલા લગ્ન કરવા માંગે તેટલા કરી શકે છે. આ પરંપરા શું છે, ચાલો તમને જણાવીએ છીએ.


મુતાહ શું છે?


મુતાહની વાત કરીએ તો આ ઈસ્લામ ધર્મમાં મુસ્લિમો વચ્ચે થતા કામચલાઉ લગ્ન છે. મુતાહ અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે આનંદ કે મજા. બે એવા લોકો જે લાંબા સમય સુધી એકબીજા સાથે નથી રહેવા માંગતા, તે લોકો મુતાહ લગ્ન કરે છે. ઈસ્લામ ધર્મમાં મુતાહ લગ્ન માત્ર શિયા મુસ્લિમોમાં કરવામાં આવે છે. ખાસ કરીને દુબઈ, અબુ ધાબી જેવી જગ્યાઓમાં ઘણા શિયા સંપ્રદાયના મુસ્લિમો રહે છે. તેમના વ્યવસાયને કારણે તેમને દૂરની મુસાફરીઓ કરવી પડતી હતી અને તેઓ કોઈ જગ્યાએ લાંબો સમય રોકાતા નહોતા.


જેના કારણે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે તેઓ મુતાહ લગ્ન કરી લેતા હતા. મુતાહ લગ્ન એક સમય મર્યાદા સાથે થાય છે. એટલે કે એક સમયગાળા પછી બંને પતિ પત્ની સંમતિથી એકબીજાથી અલગ થઈ જાય છે. જોકે પતિએ છૂટાછેડા બદલ પત્નીને મેહર આપવો પડે છે, જે સામાન્ય મુસ્લિમ લગ્નોમાં આપવામાં આવે છે. શિયા સંપ્રદાય તરફથી આ લગ્નને મુસ્લિમ પર્સનલ લૉમાં માન્યતા આપવામાં આવી છે.


છોકરીઓ કરી શકે છે 20-25 લગ્ન


મુતાહ લગ્નમાં કોઈપણ પ્રકારનું બંધન નથી હોતું. આ એક પ્રકારનાં કરાર લગ્ન હોય છે. છોકરીઓ જેટલા લગ્ન કરવા માંગે તેટલા કરી શકે છે. આમાં એક સમયગાળો નક્કી હોય છે. તે પછી એક મહિનાનો હોય કે એક વર્ષનો, તે સમયગાળા પછી છૂટાછેડા થઈ જાય છે. અને ફરીથી કોઈ અન્ય સાથે લગ્ન કરી શકાય છે. જણાવી દઈએ કે શિયા સમુદાયમાં આ લગ્નને માન્યતા મળેલી છે, પરંતુ સુન્ની સંપ્રદાયમાં તેને અવૈધ માનવામાં આવે છે.


આ પણ વાંચોઃ


સવારે ઉઠતા જ આ રીતે પાણી પીવો, એક જ ઝાટકે પેટ સાફ થઈ જશે