ડોનેત્સક (Donetsk)અને લુહાંસ્ક (Luhansk) પૂર્વી યૂક્રેનમાં આવેલા બે અલગાવવાદી ક્ષેત્ર છે જે વર્ષ 2014માં યૂક્રેન સરકારના નિયંત્રણમાંથી અલગ થઈ ગયા હતા.


રશિયા અને યૂક્રેન વચ્ચે વધી રહેલા તણાવની અસર સમગ્ર યુરોપમાં વરતાઈ રહી છે. આ સમગ્ર મામલાની શરુઆત નવેમ્બરમાં થઈ હતી જ્યારે વોશિંગટને સુચના આપી હતી કે, યૂક્રેનની બોર્ડર પાસે રશિયન સેનાની અસામાન્ય ગતિવિધિઓ થઈ રહી છે. 


અમેરિકાને લાગે છે કે, રશિયા ફેબ્રુઆરી માસમાં યૂક્રેનમાં હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમનો દાવો છે કે, યૂક્રેન બોર્ડર પાસે લગભગ એક લાખ રશિયન સૈનિકો છેલ્લા એક અઠવાડિયાથી તંબુ તાણીને બેઠા છે. અમેરિકાના મિલિટ્રી એક્સપર્ટનું માનીયે તો, રશિયા શિયાળાની મૌસમને ધ્યાનમાં રાખીને યૂક્રેનની આસપાસ બરફ પિગળવાની રાહ જોઈ રહ્યું છે. 


આ બધાની વચ્ચે સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશને સંબોધન કર્યું હતું. પોતોના સંબોધનમાં પુતિને પૂર્વી યૂક્રેનથી અલગ થયેલા બે શહેરો ડોનેત્સક (Donetsk)અને લુહાંસ્ક (Luhansk)ને સ્વતંત્ર દેશની માન્યતા આપી દીધી છે. પુતિને દેશના નામે કરેલા સંબોધનમાં યૂક્રેનને અમેરિકાની કોલોની ગણાવતાં કહ્યું કે, યૂક્રેનનું શાસન અમેરિકાના હાથોની કઠપૂતળી છે.


પૂર્વી યૂક્રેનમાં બે અલગાવવાદી ક્ષેત્રઃ


ડોનેત્સક (Donetsk)અને લુહાંસ્ક (Luhansk) પૂર્વી યૂક્રેનમાં બે અલગાવવાદી ક્ષેત્ર છે જે વર્ષ 2014માં યૂક્રેની સરકારના નિયંત્રણથી અલગ થઈ ગયાં હતાં અને પોતાને "સ્વતંત્ર પીપલ્સ રીપબ્લીક્સ" ઘોષિત કરી દિધાં હતાં. ત્યારથી લઈને અત્યાર સુધી રશિયા સમર્થિત અલગાવવાદી આ ક્ષેત્રમાં યૂક્રેની સરકારના દળો સામે જજૂમી રહ્યા છે. યૂક્રેનનું કહેવું છે કે, આ સંઘર્ષમાં 15000 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ યૂક્રેને દાવો કર્યો છે કે, એ સમયે પણ રશિયા અલગાવવાદી શહેરોનું સમર્થન કરી રહ્યું હતું. જો કે, રશિયાએ આ લડાઈમાં કોઈનો પણ પક્ષ લેવાનો ઈન્કાર કર્યો હતો. 


રશિયાની માન્યતાનો શું અર્થ છે ?


વર્ષ 2014 પછી સોમવારે પહેલીવાર રશિયાએ કહ્યું છે કે, તે ડોનેત્સક અને લુહાંસ્કને યૂક્રેનનો હિસ્સો નથી માનતું. જે બાદ હવે મૉસ્કો આ અલગાવવાદી ક્ષેત્રોમાં જાહેરમાં સૈન્ય ટૂકડી મોકલી શકે છે. હવે મૉસ્કો એ તર્ક આપી શકે છે કે, તે એક સહયોગી દેશના રુપમાં યૂક્રેનની સામે આ માન્યતા આપેલા દેશોની રક્ષા કરવા માટે હસ્તક્ષેપ કરી શકે છે. 


એક રશિયાન સંસદ સભ્ય અને પૂર્વ ડોનેત્સક રાજનીતિક નેતા, એલેક્ઝેંડર બોરોડાઈએ ગયા મહિને રોઈટરને જણાવ્યું હતું કે, અલગાવવાદી ડોનેત્સક અને લુહાંસ્કના ક્ષેત્રના કેટલાક ભાગો જે યૂક્રેનના નિયંત્રણ હેઠળ છે તેમાં નિયંત્રણ કરવા માટે રશિયાની મદદ કરવા માટે વિચારશે. જો એવું થયું તો, રશિયા અને યૂક્રેન વચ્ચે સૈન્ય સંઘર્ષ થઈ શકે છે.