કીવઃ યુક્રેન પર રશિયાએ હુમલો કરી દીધો છે જેના કારણે અનેક લોકોના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ  Volodymyr Zelensk તેઓ એકલા જ  રશિયા સામે લડાઇ લડી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ અંતિમ શ્વાસ સુધી લડાઇ લડશે. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ પોતાની પત્ની અને બાળકો અંગે વાત કરતા કરતા ભાવુક થઇ જાય છે. Volodymyr Zelenskએ કહ્યું કે રશિયાના નિશાના પર સૌથી પહેલા હું અને બીજા નંબરે મારો પરિવાર છે.


યુક્રેનના  રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા પર ખૂબ  એક્ટિવ રહે છે. તે પોતાના પરિવારની તસવીરો શેર કરતા રહે છે. અહી તેમના પરિવારની જાણકારી આપવામાં આવી છે.






રિપોર્ટ અનુસાર 44 વર્ષના Volodymyr Zelenskની લાઇફ અને કરિયર અન્ય નેતાઓની સરખામણીએ મુશ્કેલભર્યું રહ્યું છે. તેમણે પદગ્રહણ કર્યા બાદ અત્યાર  સુધીમાં અનેક સંકટનો સામનો કર્યો છે. Volodymyr Zelenskએ 2000માં  કીવ નેશનલ ઇકોનોમિક યુનિવર્સિટીમાંથી લૉમાં ગ્રેજ્યુએશન કર્યું છે.


તેમણે અનેક ફિલ્મો અને કોમેડી શોમાં કામ કર્યું છે. તેમણે રાજકીય પાર્ટી બનાવી  હતી. ત્યારબાદ 2018માં Volodymyr Zelensk રાજનીતિમાં પ્રવેશ કર્યો  હતો અને સર્વેન્ટ ઓફ ધ પીપલ પાર્ટી  હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં તેમણે 73 ટકાથી વધુ મત હાંસલ કર્યા હતા.






યુક્રેનની  પ્રથમ મહિલા અને યુક્રેનના રાષ્ટ્રપતિની પત્નીનું નામ  Olena Volodymyrivna Zelenska છે.  है. Olena યુક્રેની આર્કિટેક્ટ, સ્ક્રીન રાઇટર છે. ડિસેમ્બર 2019માં Olena Volodymyrivna Zelenskaને ફોક્સ મેગેઝીન દ્ધારા 100 સૌથી પ્રભાવશાળી યુક્રેનિયનની યાદીમાં 30મું સ્થાન આપ્યું હતું.


ઓલેના અને Volodymyrના લગ્ન 2003માં થયા હતા. ઓલેના ક્રિવી રિહ નેશનલ યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થી રહી છે અને સિવિલ એન્જિનિયરીંગમાં ડિગ્રી હાંસલ કરી છે. ઓલેના સોશિયલ વર્કર પણ છે. કોરોના મહામારી દરમિયાન તેણે અનેક કામ કર્યા હતા.






યુક્રેનના રાષ્ટ્રપતિ અને તેમની વાઇફ ઓલેનાના બે બાળકો છે. જેમાં એક દીકરો અને એક દીકરી છે. તેમની દીકરીનું નામ Oleksandra અને દીકરાનું નામ Kyrylo છે. યુક્રેનના રાષ્ટ્રપતિ પોતાના પરિવારની તસવીર શેર કરી હતી જેમાં બંન્ને બાળકો જોવા મળી રહ્યા છે. તેમણે 15 જૂલાઇ 2019ના રોજ પોતાની દીકરીનો 15મો જન્મદિવસની ઉજવણી કરતી તસવીરો શેર કરી હતી.