Russia Ukraine tension - પૂર્વ હેવીવેઇટ બૉક્સિંગ ચેમ્પીયન વિતાલી ક્લીશ્ચકો (Vitali Klitschko) એ એલાન કર્યુ છે કે તે તેના ભાઇની સાથે રશિયા (Russia) વિરુદ્ધ જંગના મેદાનમાં ઉતરશે. વિતાલી ક્લીશ્ચકોના ભાઇ વ્લાદિમીર ક્લીશ્ચકો (Wladimir Klitschko) પણ હેવીવેઇટ બૉક્સિંગ ચેમ્પીયન રહી ચૂક્યો છે. બન્ને ભાઇ હૉલ ઓફ ફેમમાં પણ સામેલ છે. 


50 વર્ષના વિતાલી ક્લીશ્ચકોએ ગુરુવારે જંગમાં સામેલ થવાની જાહેરાત કરી, આ દરમિયાન તેને કહ્યું કે - મારી પાસે અન્ય કોઇ વિકલ્પ નથી, મારે આ કરવુ પડશે, હું લડીશ. હું યૂક્રેનમાં વિશ્વાસ રાખુ છું, મને મારા દેશ અને અહીંના લોકો પર વિશ્વાસ છે. વિતાલી ક્લીશ્ચકો યૂક્રેનની રાજધાની 'કીવ'ના મેયર પણ છે. તે વર્ષ 2014થી આ પદ પર છે, વિતાલી ક્લીશ્ચકોએ કહ્યું કીવ શહેર મુસ્કેલીમાં છે, પહેલી પ્રાથમિકતા પોલીસ અને મિલિટ્રીની સાથે મળીને વીજળી, ગેસ અને પાણીના પુરવઠાને યોગ્ય રીતે જાળવી રાખવાનો છે.  


વિતાલી ક્લીશ્ચકોનો ભાઇ વ્લાદિમીર પહેલાથી જ યૂક્રેનની રિઝર્વ આર્મીમાં સામેલ થઇ ચૂક્યો છે. ગુરુવારે તેને એક પૉસ્ટમાં લખ્યું- યૂક્રેનના લોકો મજબૂત છે અને યુદ્ધમાં આ વાત સાચી સાબિત થશે. આ લોકો શાંતિ અને સંપ્રભુતાની આશળા રાખે છે. આ એવા લોકો છે જે રશિયાના લોકોને પોતાના ભાઇ માને છે. તમામ લોકો જાણે છે કે યૂક્રેનના લોકો યૂદ્ધ નથી ઇચ્છતા. વ્લાદિમીરે પોતાની પૉસ્ટમાં એ પણ લખ્યું કે યૂક્રેનના લોકોએ લોકશાહીને પસંદ કરી છે. પરંતુ લોકશાહી નાજુક હોય છે, લોકશાહી પોતાની રક્ષા નથી કરી શકતી. આને તમામ નાગરિકોની ઇચ્છાશક્તિ અને પ્રતિબદ્ધતાની જરૂર હોય છે.




આ પણ વાંચો..........


'Mom, Dad, I Love You', યુક્રેનિયન સૈનિક વાયરલ વીડિયોમાં કહે છે કે તેના દેશ પર કેવી રીતે હુમલો થઈ રહ્યો છે!


ICSI CS પરિણામ આજે થશે જાહેર, આ સાઇટ પર ચેક કરો રિઝલ્ટ


ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર


Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો


WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’