ડો. રિયાને કહ્યું કે, તે હાલમાં બીમારીઓની તુલના નથી કરી રહ્યા પરંતુ તેમને લાગે છે કે આપણે વ્યાવહારિક બનવું પડશે. તેમણે કહ્યું, ‘મને નથી લાગતું કે કોઈપણ એ જણાવી શકે કે આ બીમારી ક્યારે ખત્મ થશે. કોરોના વાયરસને રોકવા માટે લાગેલ પ્રતિબંધ હટાવવા હાલમાં ઠીક નથી, કારણ કેસ કેસ હજુ પણ વધી રહ્યા છે. જો પ્રતિબંધ હટશે તો વાયરસ મોટા પાયે ફેલાશે, માટે આગળ પણ લોકડાઉન વધારવાની સંભાવના છે.’
પ્રતિબંઘ હટશે, વાયરસ ફેલાશે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીએ કહ્યું, ‘તમે રોજ કોરોના સંક્રમિતોની સંખ્યાને ઓછામાં ઓછી રાખી શકો છો તો વાયરસને સમાજમાંથી સમુદાયમાંથી દૂર કરી શકો છો. ત્યારે તમારે લોકડાઉન ખોલવું જોઈએ. તેનાથી વાયરસના ફેલાવવાનું જોખમ ઓછું થઈ જશે. જો તમે આવી પરિસ્થિતિઓમાં લોકડાઉન અથવા પ્રતિબંધ હટાવો છો તો વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે.’
વેક્સીન પર શું કર્યું અધિકારીએ
કોવિડ-19ની વેક્સીનને લઈને તેમણે કહ્યું, ‘અમારો ટાર્ગેટ આ વાયરસને ખત્મ કરવાનો છે, પરંતુ તેના માટે વેક્સીન બનાવવી પડશે, જે ખૂબ જ પ્રભાવશાળી હશે. તેને આપણે બધાને સાથે મળીને બનાવવાની છે અને તેનો ઉપયોગ બધાએ કરવાનો છે.’