નવી દિલ્હીઃ મિસ્રની પોલીસે હાલમાં જ પ્રાચીન પિરામિડની સામે એક મોડલના વાંધાજનક ફોટોશૂટને લઈને ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. આ ફોટોગ્રાફરે મિસ્રની રાજધાની કાહિરામાં આવેલ પિરામિડની સામે એક મોડલની પ્રાચીન મિસ્રમાં પહેરાતા કપડામાં તસવીર લીધી હતી.


ફોટોશૂટ બાદ સલમા એલ શીમી નામની મોડલે આ તસવીરોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અપલોડ કર્યા. મોડલે સોશિયલ મીડિયા પર આ તસવીર અપલોડ કરતાં જ તે વાયરલ થઈ ગઈ, ત્યાર બાદ બચાવમાં આવી ગઈ હતી. કેટલાક લોકોએ આ ફોટોશૂટની ટીકા કરી છે. ધ સનના અહેવાલ અનુસાર, ફોટોશૂટ પર વિવાદ થયા બાદ મોડલ સલમાએ કહ્યું કે, તેને ખબર ન હતી કે પુરાતાત્ત્વિક સ્થળ પર મંજૂરી વગર ફોટોગ્રાફી ન કરાય.


ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, એક સુરક્ષા સૂત્રએ કહ્યું, ‘પુરાતત્વ ક્ષેત્રમાં મોડલ ડાન્સલ સલમા અલ-શમીની સાથે એક ખાનગી ફોટોશૂટ બાદ ફોટોગ્રાફરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ કોર્ટમાં છે.’ તમને જણાવીએ કે શમીએ એક વીડિયો પણ પોતોના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સોશિયલ મીડિયામાં આ પિરામિડની સામે ભડકાઉ તસવીર ખેંચાવવા પર લોકો ભડક્યા હતા.


જો કે, સોશિયલ મીડિયામાં કેટલાય લોકો મોડેલના સપોર્ટમાં પણ ઉતરી આવ્યા છે. અને જણાવી રહ્યા છે કે જો આ જ ફોટોશૂટ કોઈ પુરુષે કરાવ્યું હોત તો તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડતો. પણ એક મહિલા હોવાને કારણે સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં જ ટિકટોક પર અપમાનજનક પોસ્ટને કારણે કોર્ટે પાંચ યુવતીઓને બે વર્ષની સજા અને 20 હજાર ડોલરનો દંડ લગાવ્યો હતો. અને તે જ કારણે ઈજિપ્તમાં મહિલા આંદોલનની પણ શરૂઆત થઈ છે.