વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બાળકોમાં અજાણ્યા મૂળના હેપેટાઈટીસના લગભગ 170 કેસ નોંધ્યા છે, જેમાંથી ઓછામાં ઓછા એકની પુષ્ટિ થઈ ચૂકી છે. આ કેસોમાં 1 મહિનાથી 16 વર્ષ સુધીની ઉંમરના બાળકોના છે, જેમાં 17 બાળકો (લગભગ 10%) ને લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર છે. WHO એ આપેલા અહેવાલ મુજબ, 21 એપ્રિલ 2022 સુધીમાં, WHOએ યુરોપીયન પ્રદેશના 11 દેશો અને અમેરિકાના WHO વિસ્તારના એક દેશમાંથી અજાણ્યા મૂળના તીવ્ર હિપેટાઇટિસના ઓછામાં ઓછા 170 કેસ નોંધાયા છે.
આ મોટા દેશ ઝપેટમાં આવ્યાઃ
યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને ઉત્તરી આયર્લેન્ડ (યુનાઇટેડ કિંગડમ)માં 114, સ્પેન (13), ઇઝરાયેલ (12), યુનાઇટેડ સ્ટેટ્સ (9), ડેનમાર્ક (6), આયર્લેન્ડ (5), નેધરલેન્ડ્સ (4), ઇટાલી (4) નોર્વે (2), ફ્રાન્સ (2), રોમાનિયા (1) અને બેલ્જિયમમાં 1 કેસ છે.
અજ્ઞાત મૂળના હિપેટાઇટિસથી બાળકોને તકલીફઃ
ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે, યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટનમાં જ્યાં કોરોના વાયરસ કહેર વરસાવી રહ્યો છે ત્યારે ત્યાં બાળકોમાં એડેનોવાયરસના સંક્રમણમાં વધારો થયો છે પરંતુ આમાંથી કોઈ પણ કિસ્સામાં તીવ્ર વાયરલ હેપેટાઇટિસ (હેપેટાઇટિસ વાયરસ A, B, C, D અને Eનું કારણ બનતા સામાન્ય વાયરસની ખબર નથી પડી.) ડબ્લ્યુએચઓએ કહ્યા અનુસાર, હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે આંતરરાષ્ટ્રીય મુસાફરી અથવા અન્ય દેશોના જોડાણ અને અવર-જવર જેવા પરિબળોથી આ કેસ આવ્યા હોવાનું જાણવા નથી મળ્યું. સંસ્થાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, વર્તમાન પરિસ્થિતિ માટે મુસાફરી પર પ્રતિબંધ મુકવો જરૂરી નથી.