કારના શોરૂમના મેનેજરે જણાવ્યું કે એક દિવસ પહેલા જ આ મહિલા કાર પસંદ કરીને ગઈને ગઈ હતી અને ત્યારે તેણે કારની ટેસ્ટ ડ્રાઈવ પણ કરી હતી. તેના બાદ મહિલા 15 હજાર યૂરોની નકલી નોટ લઈને શોરૂમ પહોંચી હતી. પરંતુ જ્યારે શોરૂમના કર્મચારીએ નોટો ગણવાનું ચાલુ કર્યું તે પણ દંગ રહી ગયો. નોટો પર ઇંક ફેલાયેલી હતી. જેના પરથી તેને આ નકલી નોટો હોવાની શંકા ગઈ હતી. અને તેણે તરત પોલીસને જાણ કરી દીધી.
પોલીસની પૂછપરછ દરમિયાન મહિલાએ કબૂલ્યું કે નકલી નોટોનું છાપકામ પોતાના ઘરે જ પ્રિન્ટરથી કર્યું હતું. આ અપરાધ માટે તેને જેલની સજા ભોગવવી પડી શકે છે.