Women Runs Marathon In Saree:  ભારતીયો ગમે ત્યાં હોય, ક્યાંય પણ પોતાનું હૂનર અને શક્તિ બતાવવાનું નથી ચૂકતા, બ્રિટનની એક ભારતીય મહિલાએ સંબલપુરી સાડી પહેરીને માન્ચેસ્ટરમાં 42.5 કિલોમીટરની મેરેથૉન દોડ દોડી હતી. વળી, હવે આ રેસની તસવીરો સામે આવી છે, તો લોકો આને જોતા જ રહી ગયા. કેમ કે મધુસ્મિતા જેના દાસે લાલ સાડી અને નારંગી સ્નીકર પહેરીને 4 કલાક 50 મિનિટ સુધી મેરેથૉન દોડી હતી. આ અંગે સોશ્યલ મીડિયા પર લોકોના રિસ્પૉન્સ જોવા મળી રહ્યાં છે. 


એક યૂઝરે લખ્યું કે, યુકેના માન્ચેસ્ટરમાં રહેતી ભારતીય મહિલા મધુસ્મિતાએ બ્રિટનની બીજી સૌથી મોટી માન્ચેસ્ટર મેરેથૉન 2023માં સંબલપુરી સાડી પહેરીને ભાગ લીધો હતો. ખરેખર આ એકદમ અદભૂત દ્રશ્ય હતુ, તેની આ તાકાત અને હૂનર સાથે પ્રેમ થઇ ગયો. સંબલપુરની એક વિશિષ્ટ સંકલિત સાંસ્કૃતિક ઓળખ છે જે સદીઓથી સહઅસ્તિત્વ ધરાવતા આદિવાસી અને લોક સમુદાયોના મજબૂત જોડાણથી ઉદભવે છે. આ મુશ્કેલ સમય છે, ચાલો શાંતિ અને સદભાનાઓથી જીવીએ.


ભારતીય વારસો રજૂ કરે છે જેન્ના -
ઉલ્લેખનીય છે કે, 'ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટેલ યુકે'ના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટે પણ આ મેરેથૉન રેસનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે સાડીમાં આરામથી દોડતી દેખાઇ રહી છે. વીડિયોમાં વાંચવામાં આવ્યું છે કે, 'મધુસ્મિતા જેના, એક ભારતીય છે, જે માન્ચેસ્ટર, યુકેમાં રહે છે, મેરેથૉન 2023માં ગર્વથી તેના ભારતીય વારસાને દર્શાવતી સુંદર સાંબલપુરી સાડીમાં આરામથી દોડે છે. તેણી તેના ભારતીય વારસાને દર્શાવે છે અને પહેરવેશ માટે પણ એક કડક દ્રષ્ટિકોણ બતાવે છે.'


સોશ્યલ મીડિયા યૂઝર્સે કર્યા વખાણ - 
ખાસ વાત છે કે, મધુસ્મિતા દુનિયાભરમાં ઘણી મેરેથૉન અને અલ્ટ્રા મેરેથૉનમાં ભાગ લઇ ચૂકી છે. હવે તેણે સાડીમાં દોડીને યુકેમાં ભારતીય સમુદાયને ગૌરવ અપાવ્યું છે. તેની આ અનોખી સ્ટાઈલ માટે દરેક લોકો તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, 'ખરેખર પ્રેરણાદાયક અને સમર્પણથી ભરપૂર, મજબૂત તાકાત આપશે, બધા પર ભારે, ભારતીય મહિલાને. વળી, અન્ય યૂઝરે લખ્યું, 'અદભૂત, ભારતીય લોકો માટે ગર્વની ક્ષણ.'