આઈસ્ક્રીમ પાર્લરમાં બધાની સામે એક મહિલાએ તેના કપડાં ઉતાર્યા હતા અને બ્રા તથા પેન્ટીમાં આવી. તેણી તેના ડ્રેસનો ઉપયોગ માસ્ક તરીકે કરવા માંગતી હતી. આ ઘટનાની હાલ ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.
કોવિડ નિયમોનું પાલન કરવાનો ક્રેઝ
ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, આશ્ચર્યજનક વાત એ છે કે તે સમયે મહિલાએ ધ્યાન પણ નહોતું આપ્યું કે તે આઈસ્ક્રીમ પાર્લરમાં બે નાના બાળકો તેમના પિતા સાથે છે અને બાળકો તેને જોઈ રહ્યા છે. મહિલા કોવિડના નિયમોનું પાલન કરવવાની ઘેલછામાં એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી કે તેને જાહેર સ્થળની કોઈ શરમ પણ નહોતી.
ઘટના આઈસ્ક્રીમ પાર્લરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં થઈ કેદ
આ ચોંકાવનારી ઘટના આઈસ્ક્રીમ પાર્લરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જ્યાં એક લાલ વાળવાળી મહિલા તેનો કાળો ડ્રેસ ઉતારીને ફેસ માસ્ક તરીકે ઉપયોગ કરતી જોવા મળે છે. આ ઘટના શનિવારની રાત્રે સ્થાનિક સમય મુજબ રાત્રે 10.30 વાગ્યે એક વ્યસ્ત શોપિંગ વિસ્તારમાં બની હતી.
લેડી તેનો ફેસ માસ્ક તરીકે ઉપયોગ કરવાની રીત શોધી રહી હતી
મહિલા આરામથી તેના કપડા ઉતારવા અને ડ્રેસનો ફેસ માસ્ક તરીકે ઉપયોગ કરવાનો રસ્તો શોધી રહી હતી. આ સમયે ત્યાં એક વ્યક્તિ તેની પત્ની અને બે બાળકો સાથે આઈસ્ક્રીમ લેવા લાઈનમાં ઉભો હતો. જે આ સમગ્ર ઘટના જોઈ રહ્યા હતા.
ભારતમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,94,720 નવા કેસ નોંધાયા છે અને 442 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 60,405 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9,55,319 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.05 ટકા છે ઓમિક્રોનના કુલ કેસ 4868 થયા છે.