BIZARRE NEWS: આજે દુનિયાના તમામ દેશો વિકાસની બાબતમાં બીજા કરતા આગળ રહેવા માંગે છે. તે પોતાના દેશનો એટલો વિકાસ કરવા માંગે છે કે તે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ જાય. દરેક વ્યક્તિએ પોતાના વિકાસ સામે ઝૂકવું જોઈએ, તેમાં કોઈ શંકા નથી કે આજના યુગમાં કેટલાય દેશોએ અજોડ વિકાસ કર્યો છે. પરંતુ વિશ્વ જે ઝડપથી વિકાસ કરી રહ્યું છે તે સાથે અનેક પ્રકારની ચિંતાઓ અને સમસ્યાઓ વધવા લાગી છે. નાસાના વૈજ્ઞાનિકોએ હાલમાં જ એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.


વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, વિશ્વના સૌથી સુંદર શહેરોમાંનું એક ન્યૂયોર્ક ધીમે ધીમે જમીનમાં ધસી રહ્યું છે, અને તેની જમીન ધીમે ધીમે દરિયામાં જઇ રહી, ન્યૂયોર્ક સમુદ્રમાં ડુબી જવાની અણી પર પહોંચ્યુ છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં જણાવ્યું કે ન્યૂયોર્ક દરિયામાં ઈંચ-ઈંચ ડૂબી રહ્યું છે અને દર વર્ષે આ પ્રક્રિયા 1.6 એમએમના દરે થતી જોવા મળી રહી છે, જે ચિંતાનો વિષય છે. હવે સવાલ એ થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે? ન્યૂયોર્ક આ ગંભીર દૂર્ઘટનાનો સામનો કેમ કરી રહ્યું છે?


નાસાએ કર્યો કારણનો ખુલાસો 
નાસાએ તે કારણ પણ જાહેર કર્યું છે જેના કારણે ન્યૂયોર્ક સિટી જમીન ધીમે ધીમે ધસી રહી છે, અને તે સમુદ્રમાં ડૂબી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ન્યૂયોર્કનો વિકાસ ઝડપથી થયો છે. અહીં ઘણી ગગનચુંબી ઇમારતો છે અને વિશાળ માત્રામાં કોંક્રિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ જ કારણ છે કે આ શહેર ડૂબી રહ્યું છે. આ સ્ટડી સધર્ન કેલિફૉર્નિયામાં નાસાની જેટ પ્રૉપલ્શન લેબૉરેટરી અને ન્યૂ જર્સીની રુટગર્સ યૂનિવર્સિટીના સંશોધકોની ટીમ દ્વારા સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.


સમુદ્રમાં સમાઇ રહ્યાં છે આ વિસ્તારો 
વૈજ્ઞાનિકોએ શહેરના કેટલાક વિસ્તારોની ઓળખ કરી છે જે 1.6 મીમીના દરે ઝડપથી દરિયામાં ડૂબી રહ્યા છે. આ વિસ્તારોમાં લાગાર્ડિયા એરપોર્ટ, આર્થર એશે સ્ટેડિયમ અને કૉની આઇલેન્ડનો સમાવેશ થાય છે. સ્ટડી કહે છે કે ન્યૂયોર્ક એક ગ્લેશિયર પર છે, તે ધીમે ધીમે સંકોચાઈ રહ્યું છે. તેના સંકોચનને કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ગ્લેશિયરના સંકોચાઈ જવાને કારણે આર્થર એશે સ્ટેડિયમ અને લાગાર્ડિયાના રનવે દર વર્ષે 4.6 થી 3.7 મિલીમીટરના દરે સમુદ્રમાં ડૂબી રહ્યા છે. આ આખા શહેરમાં સેંકડો ઊંચી ઇમારતો છે. આ ઈમારતોનું વજન ઘણું વધારે છે, જેના કારણે ધરતીને આનો ભાર સહન કરવો પડી રહ્યો છે.