નવી દિલ્હી:  દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ હજુ પણ યથાવત છે. દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 4 લાખ 16 હજાર 888 નવા કેસ સામે આવ્યા હતા. તેની સાથે કુલ કેસની સંખ્યા વધીને 10 કરોડ 63 લાખ 22 હજાર 398 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 10,862 લોકોના મોત થયા હતા.


વર્લ્ડોમીટર અનુસાર દુનિયાભરમાં અત્યાર સુધી 7 કરોડ 81 લાખ 05 હજાર 424 લોકો આ વાયરસમાંથી સાજા થયા છે. જ્યારે 1 લાખ 04 હજાર 441 દર્દીઓની સ્થિતિ નાજુક છે.

ભારતમાં કોરોના કેસમાં ઘટાડો
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 6 ફેબ્રુઆરીએ જાહેર કરેલા આંકડા અનુસાર 5 ફેબ્રુઆરીએ દેશમાં 11 હજાર 713 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે 95 લોકોના કોરોનાથી મૃત્યુ થયું હતું. તે સિવાય 14 હજાર 488 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 8 લાખ 15 હજાર 222ને પાર પહોંચી ગઈ છે.

અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 02 હજાર 564 કેસ સામે આવ્યા હતા. અહીં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 કરોડ 75 લાખ 15 હજારને પાર પહોંચી ગઈ છે. કુલ મૃત્યુઆંક વધીને 4 લાખ 73 હજાર 428 થઈ ગઈ છે.