Coronavirus: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. દુનિયામાં અત્યાર સુધીમાં 213 દેશો કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2.36 લાખ નવા કેસ સામે આવ્યા છે., જ્યારે 5468 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમણના આંકડા પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ, દુનિયામાં એક કરોડ 41 લાખથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે મૃતકોની સંખ્યા પાંચ લાખ 99 હજારને પાર પહોંચી છે.
સ્વસ્થ થયા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે અને અત્યાર સુધીમાં 84 લાખથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દુનિયાભરમાં હાલ પણ 51 લાખ એક્ટિવ કેસ છે અને તેની સારવાર ચાલી રહી છે.


દુનિયામાં કયા કેટલા કેસ, કેટલા મોત

અમેરિકા હાલ પણ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશની યાદીમાં સૌથી ઉપર છે. અહીં અત્યાર સુધીમાં 37.66 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે, જ્યારે એક લાખ 41 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 71 હજાર નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 859 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. બ્રાઝીલમાં સંક્રમણના કેસ 20 લાખને પાર પહોંચ્યા છે, જ્યારે 77 હજારથી વધુ લોકોના મોત થયા છે.
અમેરિકા: કેસ- 3,766,605, મોત- 141,977
બ્રાઝીલ: કેસ- 2,048,697, મોત- 77,932
ભારત: કેસ- 1,040,457, મોત- 26,285
રશિયા: કેસ- 759,203, મોત- 12,123
પેરૂ: કેસ- 345,537, મોત- 12,799
સાઉથ આફ્રિકા: કેસ- 337,594, મોત- 4,804
ચિલી: કેસ- 326,539, મોત- 8,347
મૈક્સિકો: કેસ- 324,041, મોત- 37,574
સ્પેન: કેસ- 307,335, મોત- 28,420
યૂકે: કેસ- 293,239, મોત- 45,233
16 દેશોમાં બે લાખથી વધુ કેસ

દુનિયાના 16 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 16 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, ટર્કી, સાઉથ અરબ, ઈટલી, જર્મની સામેલ છે. બાંગ્લાદેશમાં પણ 1 લાખ 99 હજારથી વધુ કેસ છે. ભારત દુનિયામાં સૌથી વધુ કેસમાં ત્રીજા નંબર પર પહોંચી ગયું છે, જ્યારે સૌથી વધુ મોતની યાદીમાં આઠમાં નંબર પર છે.